જબલપુર : જબલપુરમાં (Jabalpur) બે સગી બહેનો સાથે બળાત્કારનો (Rape)કેસ સામે આવ્યો છે. આરોપ જે યુવક પર લાગ્યો છે તે શહેરની એક પ્રખ્યાત હોટલમાં ડ્રાઇવર છે. બહેનોનું કહેવું છે કે આરોપીએ દોસ્તી અને પ્રેમની આડમાં તેની સાથે દગો કર્યો અને પછી બ્લેકમેઇલિંગ (Blackmailing)કર્યું હતું. ફરિયાદ મળ્યા પછી હવે પોલીસ તેની તપાસ કરી રહી છે.
આ ઘટના જબલપુરના બરેલા પોલીસ સ્ટેશનની (Police station)છે. બતાવવામાં આવી રહ્યું છે કે સાલીવાડાનો રહેવાસી આકાશ ચક્રવર્તી તિલહરી સ્થિત વિજન મહલ હોટલમાં ડ્રાઇવર છે. આરોપ લગાવનાર યુવતીઓ બહારની રહેવાસી છે. બંને બીજા જિલ્લામાંથી અહીં અભ્યાસ કરવા આવી છે અને બરેલામાં ભાડાના ઘરે રહે છે.
દોસ્તી, પ્રેમ અને રેપ
યુવતીઓએ જે ફરિયાદ કરી છે તે પ્રમાણે કેટલાક મહિના પહેલા મોટી બહેનનો પરિચય આકાશ સાથે થયો હતો આ પછી બંનેમાં વાતચીત થવા લાગી હતી. આ દરમિયાન આકાશ મોટી બહેનને પોતાની સાથે ફરવા લઇ ગયો હતો. યુવતીનો આરોપ છે કે આ દરમિયાન આકાશે કોલ્ડ ડ્રિંકમાં નશીલી દવા ભેળવીને પીવડાવી હતી. આ પછી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મોબાઇલમાં તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
યુવતીનું કહેવું છે કે આ વીડિયો દ્વારા આકાશે ઘણી વખત બ્લેકમેઇલ કરીને તેની સાથે રેપ કર્યો હતો. સમાજના ડરથી યુવતી ચુપ રહી હતી. જોકે હદ ત્યારે થઇ જ્યારે થોડાક દિવસો પહેલા આકાશે યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને નાની બહેન સાથે પણ બળાત્કાર કર્યો હતો. આકાશની હરકતો જ્યારે હદ પાર કરવા લાગી હતી ત્યારે બંને બહેનો પોલીસ પાસે પહોંચી હતી અને કેસ નોંધાવ્યો હતો. ત્યાંથી કેસને ગૌર સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસે પીડિત બહેનોની ફરિયાદ પછી આકાશ ચક્રવતીની શોધ શરૂ કરી દીધી છે.
સુરતના પાંડેસરામાં પાડોશી યુવાન પ્રેમીએ વિદ્યાર્થિની સાથે શારીરીક સંબંધ બનાવી ગર્ભવતી (Pregnant)બનાવતા ચકચાર મચી જવા પામી છે. પેટના દુખાવા સાથે નવી સિવિલમાં (Civil Hospital)માતા સાથે ચેકઅપ માટે આવેલી તરુણીને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. તરુણીની પૂછપરછમાં તે જે યુવાન સાથે પ્રેમ કરતી હતી તેણે વારંવાર ઓયો હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી બનાવી હતી. પોલીસે (Police)સમગ્ર મામલે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર