કાનપુર. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર જિલ્લા (Kanpur District)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં હોટલમાં એક યુવતી સાથે દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. બીજી તરફ યુવતીની ફરિયાદ બાદ પોલીસ (Police)એ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સાથોસાથ પીડિતાનું કહેવું છે કે તેને કેક (Cake)ની સાથે નશીલો પદાર્થ (Alcoholic Substance) મેળવીને ખાવા માટે આપવામાં આવ્યો હતો. એવામાં બેભાન થતાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.
મળતી જાણકારી મુજબ, પીડિતા મૂળે ઈન્દોરની રહેવાસી છે. તે કાનપુરમાં રહીને મેડિકલનો અભ્યાસ કરી રહી છે. ગત સપ્ટેમ્બર મહિનામાં ફેસબુકના માધ્યમથી લખનઉના પંકજ ચડ્ઢા નામના એક યુવક સાથે તેની દોસ્તી થઈ હતી. 31 ડિસેમ્બરે પંકજ પોતાની કાર લઈને કાનપુર આવ્યો હતો. આ દરમિયાન તેણે લખનઉમાં દવાનો મોટો કારોબાર હોવાની જાણકારી આપી હતી.
આ પણ વાંચો, દુલ્હને લગ્નના 10 દિવસ બાદ જ પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી, કારણ જાણીને ચોંકી જશો
પંકજે યુવતીને કેક ખવડાવી
પીડિતાનું કહેવું છે કે આ દરમિયાન તેની સાથે ફરવાથી તેઓ વધુ નજીક આવી ગયા. તે રાત્રે કારમાં ફર્યા બાદ તે તેને હોસ્ટેલના ગેટની પાસે છોડીને જતો રહ્યો હતો. પીડિતાનો આરોપ છે કે 15 ફેબ્રુઆરીએ પંકજે ફોન કરીને કહ્યું કે આજે તેનો જન્મદિવસ છે. એટલા માટે હું બર્થડે સેલિબ્રેટ કરું છું. ત્યારબાદ બીજા દિવસે 16 ફેબ્રુઆરીએ માલ રોડ સ્થિત એક હોટલમાં લઈ ગયો. મોડી સાંજ સુધી પાર્ટી ચાલી. દોસ્તોના ગયા બાદ પંકજે પીડિતા યુવતીને કેક ખવડાવી.
બીજી તરફ, કેક ખાતા જ યુવતી બેભાન થઈ ગઈ કારણ કે તેમાં પહેલાથી જ નશીલો પદાર્થ મેળવેલો હતો. ભાનમાં આવતા પીડિતાએ પોતાની જાતને અસ્તવ્યસ્ત જોઈ. એવામાં તેણે તરત જ પંકજને ફોન કર્યો તો તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. મેડિકલ સ્ટુડન્ટે હોટલનું રજિસ્ટર તપાસ્યું. તેમાં લખનઉને બદલે મુંબઈ નિવાસી હેમંત રાવના નામથી આઇડી આપીને રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. પીડિતાને શક છે કે આરોપીએ ક્યાંક તેનો અશ્લીલ વીડિયો ન બનાવી દીધો હોય. હવે પીડિતાએ ડીઆઇજીને મળી આરોપીની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર