Home /News /national-international /અંધશ્રદ્ધાની આડમાં નરાધમ શિક્ષકે સગીરાના પ્રાઈવેટ પાર્ટનું બ્લડ લેવા માટે 8 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કર્યો

અંધશ્રદ્ધાની આડમાં નરાધમ શિક્ષકે સગીરાના પ્રાઈવેટ પાર્ટનું બ્લડ લેવા માટે 8 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કર્યો

8 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર

તાંત્રિકે ટ્યુશન ટીચરને લગ્નમાં આવતી અડચણો વિશે જણાવ્યું અને તેનો ઉકેલ જણાવતા કહ્યું કે જો તે સગીર યુવતીના ગુપ્તાંગના લોહીથી લથબથ કપડું લાવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે. ટ્યુશન ટીચર તાંત્રિકના ઝાસામાં આવી ગયો. તેણે બીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની સગીર બાળકી પર બળાત્કાર કર્યો, જે તેના ત્યાં ટ્યુશન માટે આવતી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • West Bengal, India
    પશ્ચિમ બંગાળમાં એક 37 વર્ષીય વ્યક્તિ પર આઠ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપ છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિએ તેના લગ્નમાં અવરોધ દૂર કરવા માટે એક તાંત્રિકની સલાહ પર માસૂમ બાળકી સાથે ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું.

    મળતી માહિતી મુજબ, ઘટના પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાની છે. કહેવાય છે કે બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો રહેવાસી 37 વર્ષીય વ્યક્તિ બાળકોને ટ્યુશન કરાવે છે. તેની લગ્ન કરવાની ઉંમર વીતી રહી છે પણ લગ્ન નથી થઈ રહ્યા. તે આ વાતથી ઘણો પરેશાન હતો. લગ્નમાં આવતી અડચણો અંગે તેણે એક તાંત્રિકનો સંપર્ક કર્યો.

    આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીએ માનગઢ ધામમાં કહ્યું- અશોક ગેહલોત સૌથી વરિષ્ઠ સીએમ છે, અમે સાથે મળીને...

    તાંત્રિકે ટ્યુશન ટીચરને લગ્નમાં આવતી અડચણો વિશે જણાવ્યું અને તેનો ઉકેલ જણાવતા કહ્યું કે જો તે સગીર યુવતીના ગુપ્તાંગના લોહીથી લથબથ કપડું લાવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે. ટ્યુશન ટીચર તાંત્રિકના ઝાસામાં આવી ગયો. તેણે બીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની સગીર બાળકી પર બળાત્કાર કર્યો, જે તેના ત્યાં ટ્યુશન માટે આવતી હતી.

    આરોપી ટ્યુશન ટીચરે ધોરણ 2માં ભણતી વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી અને ગુપ્તાંગના લોહીથી લથબથ કપડા સાથે તાંત્રિક પાસે ગયો. બળાત્કાર બાદ લોહીથી લથપથ બાળકી રડતી રડતી તેના ઘરે પહોંચી અને તેના પરિવારજનોને ઘટનાની જાણ કરી. બાળકીની આપવીતી સાંભળીને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ.

    પરિવાર તરત જ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો અને વિષ્ણુપુર પોલીસ સ્ટેશન પહોંચી આરોપી ટ્યુશન ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તત્પરતા બતાવતા આરોપી ટ્યુશન ટીચરને પકડી લીધો. ટ્યુશન ટીચરે પૂછપરછ દરમિયાન ગુનો સ્વીકાર્યો હતો અને લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે તાંત્રિકના કહેવા પર આ બધું કરવાની વાત કહી.

    બળાત્કારના આરોપીની સાથે પોલીસે તેને આવું કરવા કહેનાર તાંત્રિકની પણ ધરપકડ કરી છે. પોલીસ પકડાયેલા આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ રેપ પીડિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બાંકુરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Crime news, Minor rape, West bengal

    विज्ञापन
    विज्ञापन