પુત્રના ઇલાજના નામે મહિલા કોન્સ્ટેબલ સાથે મૌલવીએ કર્યું આ ગંદુ કામ

પ્રતિકાત્મક તસવીર

પુત્રની સારવાર માટે મહિલા મૌલવી પાસે ગઇ, ઘરમાં ભૂત છે તેમ કહી 14 મહિના સુધી મૌલવીએ કર્યું આ ગંદુ કામ.

 • Share this:
  ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મહિલા કોન્સ્ટેબલે પોતાની સાથે બળાત્કાર થયાની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા કોન્સ્ટેબલનો આરોપ છે કે તેની સાથે દુષ્કર્મ થયું છે અને આ પાપ બીજા કોઇ નહીં પણ એક મૌલવીએ કર્યું છે. એટલું જ નહીં ચોંકવનારી વાત તો એ છે કે 14 મહિના સુધી મૌલવીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું. જે બાદ હાલ પીડિતાએ આ અંગે બાગપત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની પર કાર્યવાહી કરતા પોલીસે આ મૌલવીને પકડી પાડ્યો.

  આ કેસમાં મહિલાનું કહેવું છે કે આ બધુ થવાની શરૂઆત ત્યારથી થઇ જ્યારે તેના પુત્રનો અકસ્માત થયો. મહિલાના પુત્ર સાથે એક ગંભીર રોડ અકસ્માત થયો. જેમાં તેના શરીર પર અનેક ગંભીર ઇજાઓ પણ થઇ. જે બાદ મહિલાના પરિવારે તેના પુત્રની યોગ્ય સારવાર પણ કરાવી. પણ તેમ છતાં તેનો પુત્ર પથારીમાંથી ઊભો ન થતા, મહિલાને પુત્રની સારવાર માટે મૌલવી પાસે જવાનું કોઇએ સૂચન કર્યું.

  અને આ રીતે મહિલા મોમીન મસ્જિદના મૌલવી પાસે પુત્રની સારવાર માટે પહોંચી. મૌલવીએ શરૂઆતમાં ઘરના ભૂતો છે તે વાત કહી મહિલાને અંધવિશ્વાસના ચક્રવ્યૂહમાં ફસાવી લીધી. અને પછી ધીરે ધીરે સારવારના નામે મહિલાનું યૌન શોષણ કરવાનું શરૂ કર્યું.

  મહિલાનું કહેવું છે આ તમામ વસ્તુઓ સહન કર્યા પછી પણ તેના પુત્રની સ્થિતિમાં કોઇ ફેરફાર ન આવ્યો. જે પછી તેને મૌલવી પર શંકા ગઇ અને છેવટે તેણે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. ફરિયાદના પગલે પોલીસે પણ મૌલવીને પકડી જેલમાં નાંખી દીધો.
  Published by:Chaitali Shukla
  First published: