Home /News /national-international /અલીગઢમાં પરિણતા પર બાળપણમાં સાવકા કાકાએ રેપ કર્યો હતો, મહિલાએ 28 વર્ષ પછી FIR નોંધાવી

અલીગઢમાં પરિણતા પર બાળપણમાં સાવકા કાકાએ રેપ કર્યો હતો, મહિલાએ 28 વર્ષ પછી FIR નોંધાવી

35 વર્ષની પરણિતાએ 28 વર્ષ પછી FIR નોંધાવી.

ઉત્તરપ્રદેશના અલીગઢમાં 35 વર્ષની એક પરણિત મહિલાએ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આ ફરિયાદ લગભગ 28 વર્ષ પછી સાવકા પિતાના પરિવારના પુરુષ સભ્યોની વિરુદ્ધ નોંધાવી છે.

    અલીગઢઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં 35 વર્ષની એક પરણિત મહિલાએ પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આ ફરિયાદ લગભગ 28 વર્ષ પછી સાવકા પિતાના પરિવારના પુરુષ સભ્યોની વિરુદ્ધ નોંધાવી છે. ઘટનાના સમયે તે 7 વર્ષની હતી. સેનાના એક પૂર્વ અધિકારીની પત્ની 35 વર્ષીય આ મહિલાએ પોલીસને જણાવ્યું કે તેની પર બળાત્કાર 19 વર્ષની ઉંમર સુધી ચાલુ રહ્યું. અલીગઢમાં તેની ફરિયાદના આધારે હવે એક FIR નોંધવામાં આવી છે.

    7 વર્ષની ઉંમરે સાવકા કાકાએ દુષ્કર્મ કર્યું હતું

    મહિલાએ આ બાબતે વાત કરતા કહ્યું હતું કે પોલીસે ફરિયાદ નોંધવાથી ઈન્કાર કર્યો હતો. તે પછીથી તેણે એસએસપી, રાષ્ટ્રીય મહિલા આયોગ અને મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ પોર્ટલનો સંપર્ક કર્યો હતો. હાલ આઈપીસીની કલમ 37 દુષ્કર્મ, 323 સ્વેચ્છાથી ઈજા કરવી, 504 અને 506 (ગુનાહિત ધમકી) અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ જ્યારે તે 7 વર્ષની હતી, ત્યારે તેના સાવકા કાકાએ પ્રથમ વખત તેની પર દુષ્કર્મ કર્યું હતું.

    19 વર્ષ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું

    મહિલાએ દાવો કર્યો હતો કે તેણે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાને માતાને કહી હતી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ પણ કરી હતી. જોકે તેની માતાએ તેને આ બાબતે ચુપ રહેવા કહ્યું હતું. પછીથી એક બીજા સાવકા કાકાએ પણ તેની પર આ જ રીતે દુષ્કર્મ કર્યું હતું. આ રીતે તેની પર 19 વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મહિલાએ વધુમાં કહ્યું હતું કે મેં આ તમામ સંબંધીઓને અટકાવ્યા હતા. જોકે તેઓ સતત જબરજસ્તીથી કરતા રહ્યાં હતા.

    મહિલાના લગ્ન વર્ષ 2011માં થયા હતા

    મહિલાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન વર્ષ જાન્યુઆરી 2011માં થયા હતા. તે જ્યારે પણ લગ્ન પછી પોતાની માતાને મળવા ગઈ તો આ સંબંધીઓએ તેની પર દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. જોકે મેં વિરોધ કર્યો હતો. બે સગીર છોકરીઓની માતા, મહિલાએ કહ્યું કે તેને આ ઘટનાનો માનસિક આધાત લાગ્યો છે અને તે તેમાંથી બહાર આવવા અસમર્થ છે. અંતે તેણે આ વાત તેના પતિને કહી અને પતિએ આ બાબતે લડાવા માટે તેને પ્રોત્સાહન આપ્યું હતું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Gang rape, Girl rape, Hathras gangrape

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन