Home /News /national-international /પાકિસ્તાન: પંચાયતનો અજીબ નિર્ણય, સગીરા સાથે 'રેપના બદલામાં રેપ'નો આદેશ

પાકિસ્તાન: પંચાયતનો અજીબ નિર્ણય, સગીરા સાથે 'રેપના બદલામાં રેપ'નો આદેશ

પ્રતિકાત્મક તસવીર

    પાકિસ્તાનના પંજાબમાં પંચાયતે હેરાન કરી દે તેવો નિર્ણય આપ્યો છે. મુલ્તાનમાં 'જિરાગા' એટલે ગામની પંચાયતે 12 વર્ષની છોકરી સાથે થયેલા રેપ પર સુનાવણી પછી 'રેપના બદલે રેપ'નો નિર્ણય સંભળાવ્યો છે.

    પોલીસ અધિકારી અલ્લાહ બખ્શે કહ્યુ કે, 'ગામની પંચાયતે સજા તરીકે 16 વર્ષની છોકરીનો રેપ કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે છોકરીના ભાઈએ 12 વર્ષની એક બીજી છોકરીનો રેપ કર્યો છે.'

    આ ઘટના લાહોરથી લગભગ 200 કિમી દૂર પીરમહલની ગયા સપ્તાહની છે. ઉપ નિરીક્ષક શૌકત અલી જાવેદની ફરિયાદ પર પીરમહેલ પોલીસની નોઁધાયેસ એફઆઈઆર પ્રમાણે 20 માર્ચના રોજ પીરમહલના ગરીબાબાદ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના વિસ્તારની એક છોકરી પર રેપ કર્યો હતો. જ્યારે પીડિત પરિવારે સંદિગ્ધ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાની ધમકી આપી તો તેના પરિવારે કોર્ટ બહાર મામલાને સુલજાવવાનો અનુરોધ કર્યો.

    પોલીસ અધિકારી પ્રમાણે , આ વ્યક્તિએ આ મહીને એવું કહીને ન્યાય માંગ્યો હતો કે તેની 12 વર્ષની નાની બહેનનો રેપ તેના કઝીન ભાઈએ કર્યો છે. તેની સજા તરીકે જિરગાએ આદેશ આપ્યો કે આ ગુનાના બદલામાં ફરિયાદકર્તા આરોપીની બહેનની સાથે રેપ કરે. આ મામલામાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Minor rape, પાકિસ્તાન, બળાત્કાર

    विज्ञापन
    विज्ञापन