ગજબ કિસ્સો : બળાત્કારનો ફરાર આરોપી 10 વર્ષમાં જાદુગર બની ગયો હતો, પોલીસે પહેલા તેનો શો જોયો, પછી ઉપાડ્યો
ગજબ કિસ્સો : બળાત્કારનો ફરાર આરોપી 10 વર્ષમાં જાદુગર બની ગયો હતો, પોલીસે પહેલા તેનો શો જોયો, પછી ઉપાડ્યો
રેપ કેસનો ફરાર આરોપી જાદુગર બની ગયો
MP Crime : પોલીસને માહિતી મળી કે નાનકરામ હાલમાં ઉત્તર પ્રદેશ (Uttarpradesh) ના મુઝફ્ફરપુરમાં રહે છે અને તેણે જાદુગર (magician) નો વ્યવસાય અપનાવ્યો છે. આરોપીએ (Rape Case) તેનું બીજું આધાર કાર્ડ પણ ત્યાં બનાવ્યું હતું.
વર્ષ 2007માં મધ્યપ્રદેશ (Madhyapradesh) ના ખંડવા (Khandva) જિલ્લાના જાવર પોલીસ સ્ટેશન (Javar police Station) માં નાનકરામ રામેશ્વર ગવળી વિરુદ્ધ બળાત્કારનો કેસ (Rape Case) નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. આરોપીને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા હતા, પરંતુ તે પછી તે ફરાર થઈ ગયો હતો અને ક્યારેય કોર્ટમાં પાછો ફર્યો નહોતો. જ્યારે કોર્ટે તેની ધરપકડ કરીને હાજર કરવાનો કડક આદેશ આપ્યો ત્યારે પોલીસે તેના પર 10,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું.
આ દરમિયાન, પોલીસને માહિતી મળી કે નાનકરામ હાલમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં રહે છે અને તેણે જાદુગરનો વ્યવસાય અપનાવ્યો છે. આરોપીએ તેનું બીજું આધાર કાર્ડ પણ ત્યાં બનાવ્યું હતું.
જવર પોલીસ સ્ટેશનના ટીઆઈ શિવરામ જાટે જણાવ્યું કે, નાનકરામ ફરાર દરમિયાન ગ્વાલિયર, લખનૌ અને મુઝફ્ફરપુરમાં જાદુની કળા શીખ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેના શો કરવાનું શરૂ કર્યું. તેની સાથે એક આખી ટીમ હતી, જેમાં ઘણી છોકરીઓ પણ હતી.
જ્યારે પોલીસને ખબર પડી કે, બળાત્કારનો આરોપી નાનકરામ બિહારના પટનામાં પોતાનો જાદુનો શો કરવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસની ટીમ ખંડવાથી રવાના થઈ ગઈ. ત્યાં આ ટીમે દર્શક તરીકે નાનકરામનો આખો શો જોયો અને જાદુ ખતમ થતાં જ તેની ધરપકડ કરી લીધી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર