Home /News /national-international /

ઉન્નાવ રેપ કેસ: રેપ આરોપી કુલદીપ સેંગરનો મોડી રાતનો સ્ટન્ટ, મળ્યા પોલીસને

ઉન્નાવ રેપ કેસ: રેપ આરોપી કુલદીપ સેંગરનો મોડી રાતનો સ્ટન્ટ, મળ્યા પોલીસને

    ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં 18 વર્ષની યુવતી સાથે રેપના આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર બુધવારે એસએસપી ઓફિસ પહોંચ્યા હતાં. આ પહેલા સેંગરના સરેન્ડર કરવાની ખબર આવી હતી. જો કે પછી તે પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરીને પરત ફરી ગયા. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને ષડયંત્ર ગણાવ્યાં અને કહ્યું કે તે નિર્દોષ છે. આ ખોટા આરોપોખથી તેઓ ઘણાં વ્યથિત છે અને પોલીસ સુરક્ષાની માંગ પણ કરી હતી.

    આખા કાફલા સાથે મોડી રાતે લખનઉ એસએસપીની ઓફિસ તેઓ કેમ ગયા તેવું પુછતાં કહ્યું કે હું ત્યાં એ જણાવવા ગયો હતો કે હું રેપિસ્ટ નથી અને હું ક્યાંય ફરાર પણ નથી થયો. કોર્ટ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને હું કાયદાનું પાલન કરીશ. હું દુખી છું પરંતુ કોઇપણ તપાસ માટે હું તૈયાર છું. સરેન્ડરના સવાલ પર તેમણે જવાબ આપ્યો કે પાર્ટી હાઇકમાન્ડ જે આદેશ આપશે તેનું પાલન કરીશ.



    પતિનો બચાવ
    આ મામલે ધારાસભ્યની પત્ની સંગીતાએ પહેલા પણ કહ્યું હતું કે,'મારા પતિ અને પીડિતાનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. આ મામલાના કારણે મારી પુત્રીઓ આઘાતમાં છે.આખો પરિવાર માનસિક રીતે હેરાન થઇ રહ્યો છે. આ મામલામાં એકપણ સબૂત રજૂ કરવામાં નથી આવ્યું તે છતાંપણ મારા પતિને રેપિસ્ટ કહેવામાં આવે છે.'

    આખો મામલો
    નોંધનીય છે કે આ કેસમાં બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરના ભાઈ અતુલે પીડિતાના પિતાની હત્યા કરવાના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, ધારાસભ્ય વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જ્યારે મુખ્યમંત્રીના આદેશ પર એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે. સીએમએ આ અંગે રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. આ વચ્ચે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંઘની પત્નીએ બુધવારે ડીજીપી ઓપી સિંઘ સાથે મુલાકાત કરીને પતિ માટે ન્યાયની પોકાર લગાવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kuldeep singh Sengar, Unnao rape case, Up police, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन