નેશનલ પાર્કમાં ખુલ્લી ગાડી પર વાઘે મારી છલાંગ, રૂવાંટા ઉભો કરી દેતો VIDEO

News18 Gujarati
Updated: December 4, 2019, 3:37 PM IST
નેશનલ પાર્કમાં ખુલ્લી ગાડી પર વાઘે મારી છલાંગ, રૂવાંટા ઉભો કરી દેતો VIDEO
નેશનલ પાર્કમાં ખુલી ગાડી પર વાઘે મારી છલાંગ

આ વીડિયો 18 હજારથી વધારે વખત જોવામાં આવી ચુકાયો છે. જ્યારે 600થી વધારે લાઈક્સ મળ્યા છે.

  • Share this:
રાજસ્થાન સ્થિત રમથંભોર નેશનલ પાર્કનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વાઘે ખુલ્લી સફારી જીપનો એવા સમયે પીછો કરવાનું શરૂ કર્યું, જ્યારે તે પાર્કની અંદરથી પસાર થઈ રહી હતી.

આ વીડિયો ટ્વીટર પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે, જ્યારે વાઘે પીછો કરવાનું શરૂ કર્યું તુરંત ડ્રાઈવરે સફારી ગાડીની સ્પીડ વધારી દીધી. સફારી ગાડી ખુલ્લી હોય છે, જેના પર સવારી કરી તમે જંગલની મુસાફરી કરી શકો છો.

સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વાઘે ગાડી પર કુદવાની કોશિસ કરી. ડ્રાઈવરે તુરંત ગાડીની સ્પીડ વધારી દીધી અને વાઘથી દુર જવાની કોશિસ કરી. જોકે, વાઘે પણ કોશિસ ના છોડી અને ગાડીનો પીછો કરતો રહ્યો.આ રૂવાંટા ઉભો કરી દે તેવો વીડિયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વાઘ, ગાડીની બરાબર દોડી રહ્યો હતો. જોકે, ડ્રાઈવરે તુરંત બ્રેક લગાવી અને ગાડી રિવર્સ કરી ત્યાંથી હટી ગયો. આ વીડિયો રણથંભોર નેશનલ પાર્કની સફારી ગાડીમાં સવાર ટુરિસ્ટે શૂટ કર્યો છે.

આ વીડિયો 18 હજારથી વધારે વખત જોવામાં આવી ચુકાયો છે. જ્યારે 600થી વધારે લાઈક્સ મળ્યા છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर