Home /News /national-international /રામ રહીમને ફાંસી થશે કે આજીવન કારાવાસ? રણજીત સિંહ હત્યા કેસમાં આજે કોર્ટ સજા સંભળાવશે

રામ રહીમને ફાંસી થશે કે આજીવન કારાવાસ? રણજીત સિંહ હત્યા કેસમાં આજે કોર્ટ સજા સંભળાવશે

Ranjit Singh Murder Case માં આજે બાબા રામ રહિમને થઇ શકે છે સજા

આજે પંચકુલામાં CBIની વિશેષ અદાલત ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) સહિત પાંચેય આરોપીઓને સજા ફટકારી શકે છે.

10 જુલાઈ, 2002ના રોજ ડેરા સચ્ચા સૌદાની વ્યવસ્થાપન સમિતિના સભ્ય રણજીત સિંહની હત્યા થઈ હતી. આ હત્યાકાંડના કેસમાં આ મહિનાની શરૂઆતમાં કોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સહિત 5 વ્યક્તિઓને દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ આજે પંચકુલામાં CBIની વિશેષ અદાલત ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) સહિત પાંચેય આરોપીઓને સજા ફટકારી શકે છે.

આરોપીઓને સજા ફટકાર્યા બાદ પ્રાંતમાં તોફાનો - આગજનીના બનાવો થાય તેવી ભીતિએ સિરસા ખાતે પોલીસ એલર્ટ (Police alert) છે. શહેરથી ડેરા સચ્ચા સૌદા સુધીના તમામ રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અર્ધલશ્કરી દળોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો- 60 હજારમાં આગરામાં વેચાઇ સગીરા, રાજસ્થાનનાં સીકરથી મળી અને પછી...

કેટલી સજા થઈ શકે?

કોર્ટે જે કલમો હેઠળ આરોપીને દોષી ઠેરવ્યા છે તેમાં આજીવન કેદ અને ફાંસીની સજાની જોગવાઈ હોવાનો મત કાયદાશાસ્ત્રીઓનો છે. ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ અને કૃષ્ણ કુમારને IPCની કલમ 302 અને 120 B હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. IPCની કલમ 302માં આજીવન કારાવાસ અને કલમ 120 Bમાં સાત વર્ષની કેદની જોગવાઈ છે.

આ પણ વાંચો- 60 હજારમાં આગરામાં વેચાઇ સગીરા, રાજસ્થાનનાં સીકરથી મળી અને પછી...

જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત

પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યાં પાંચથી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી અને કોઈપણ તીક્ષ્ણ હથિયાર લઈ જવા પર પણ પ્રતિબંધ છે. CBI કોર્ટ પરિસરમાં ITBPની ચાર ટુકડી તૈનાત કરવામાં આવી છે.
" isDesktop="true" id="1142874" >

ગુરમીત રામ રહીમને સજા

રણજીત સિંહ (Ranjit Singh Murder Case)ની હત્યા કેસમાં હરિયાણાની વિશેષ CBI કોર્ટના ન્યાયાધીશ ડૉ. સુશીલ કુમાર ગર્ગે 8 ઓક્ટોબરે ગુરમીત રામ રહીમ, તત્કાલીન ડેરા મેનેજર કૃષ્ણ લાલ, અવતાર, જસબીર અને સબદિલને દોષી ઠેરવ્યા હતા. બીજી તરફ ગુરમીત રામ રહીમને અગાઉ સાધ્વીનું જાતીય શોષણ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યામાં પણ તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

આ પણ વાંચો-ગાઝિયાબાદમાં 25મા માળેથી પટકાતા જોડિયા ભાઈઓનું મોત, દુર્ઘટના કે ષડયંત્ર? પોલિસ કરી રહી છે તપાસ

કઈ રીતે થયો હતો હત્યાકાંડ?

રણજીત સિંહ ડેરા સચ્ચા સૌદાની વ્યવસ્થાપન સમિતિના સભ્ય હતા. તેઓ જીટી રોડને અડીને આવેલા તેના ખેતરોમાં નોકરોને ચા આપ્યા પછી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે ગોળીમારી તેમની હત્યા થઈ હતી. આ હત્યામાં પંજાબ પોલીસના કમાન્ડો સબદિલ સિંહ, અવતાર સિંહ, ઇન્દ્રસેન અને કૃષ્ણલાલ આરોપી હતા. રણજીત સિંહની હત્યા કર્યા બાદ હત્યારાઓએ ડેરામાં શસ્ત્રો જમા કરાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રણજીત સિંહ ડેરાની ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાપન સમિતિના સભ્ય હતા. તેઓ ડેરામુખીની એકદમ નજીક માનવામાં આવતા હતા.
First published:

Tags: CBI investigation, Gurmeet Ram Rahim Singh, Ranjit Singh Murder Case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો