Home /News /national-international /રંજીત બચ્ચન હત્યાકાંડ : CCTV ફુટેજમાં જોવા મળ્યા બે સંદિગ્ધ, પોલીસે જાહેર કર્યા ફોટો

રંજીત બચ્ચન હત્યાકાંડ : CCTV ફુટેજમાં જોવા મળ્યા બે સંદિગ્ધ, પોલીસે જાહેર કર્યા ફોટો

પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, હુમલાખોરે હિન્દુવાદી નેતાની નાક પર ખૂબ નજીકથી ગોળી મારી હતી

પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, હુમલાખોરે હિન્દુવાદી નેતાની નાક પર ખૂબ નજીકથી ગોળી મારી હતી

    લખનઉ : આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચન (Ranjeet Bachchan)ની રવિવાર સવારે ગોળી મારીને હત્યા (Murder) કરી દેવામાં આવી. પોલીસે હવે રંજીત બચ્ચનના સંદિગ્ધ હત્યારાઓની તસવીર જાહેર કરી છે. પોલીસને સીસીટીવી ફુટેજમાં બે સંદિગ્ધ હત્યારા નજરે પડ્યા, જેની તસવીર જાહેર કરવામાં આવી છે. સાથોસાથ સૂચના આપનારને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. પોલીસે એક ઇ-મેઇલ આઈડી અને ફોન નંબર પણ જાહેર કર્યો છે, જેની પર સૂચના આપનારા સંપર્ક કરી શકે છે.

    માહિતી આપનાર મોબાઇલ નંબર 9454400137 અન. ઇ-મેઇલ આઈડી cplkw137@gmail.com પર પોલીસને સંદિગ્ધની માહિતી આપી શકે છે. સાથોસાથ પોલીસે એવી પણ જાહેરાત કરી છે કે સૂચના આપનારનું નામ અને ઓળખ છુપી રાખવામાં આવશે.

    નાક પર મારી હતી ગોળી

    નોંધનીય છે કે, મૃતક રંજીત બચ્ચનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. તે મુજબ, હુમલાખોરે હિન્દુવાદી નેતાની નાક પર ખૂબ નજીકથી ગોળી મારી હતી. ખૂબ જ લોહી વહી જવાના કારણે તેમનું મોત થયું. સૂત્રો મુજબ, રિપોર્ટમાં 9 એમેઅમની પિસ્તોલથી ગોળી મારવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે સામાન્ય રીતે પ્રોફેશનલ કિલર 9 એમએમ પિસ્તોલનો ઉપયોગ કરે છે. આ પહેલા બદમાશો દ્વારા મુંગેરની બનેલી .32 બોરની પિસ્તોલનો ઉપયોગ કરવાની વાત સામે આવી હતી.

    પોલીસ તપાસમાં લાગી

    રંજીત બચ્ચન હત્યાકાંડને લખનઉના પૉશ વિસ્તારમાંથી એક હજરગંજમાં થયો હતો. લખનઉના એડિશનલ પોલીસ કમિશ્નર નવીન અરોરાએ જણાવ્યું કે ઘટનાસ્થળથી મૃતક રણજીત બચ્ચનના બે મોબાઇલ જપ્ત કર્યા છે. સાઇબર સેલની એક ટીમ મોબાઇલ ફોનનો ડેટા તપાસી રહી છે.

    પહેલી પત્ની સાથે વિવાદ હતો

    ફાયરિંગમાં ઘાયલ આદિત્ય સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. તેઓએ જણાવ્યું કે ગોરખપુરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનનો પહેલી પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. એડિશનલ પોલીસ કમિશ્નર નવીન અરોરા મુજબ, મામલાની તપાસમાં કુલ 8 ટીમો બનાવવામાં આવી છે. મૃતક રંજીત બચ્ચનની વિરુદ્ધ ગોરખપુર જિલ્લામાં એક એફઆઈઆર પણ નોંધાયેલી છે. પોલીસ દરેક એન્ગલ પર તપાસ કરી રહી છે.

    આ પણ વાંચો, હિન્દુવાદી નેતા રંજીત બચ્ચન હત્યાકાંડ : ચાર પોલીસકર્મી સસ્પેન્ડ, મોબાઇલ ખોલશે અનેક રહસ્ય
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો