Home /News /national-international /Ranji Trophy 2022: માસ્ટર બ્લાસ્ટરના પુત્ર અર્જુન તેંડુલકરે કર્યું રણજી ડેબ્યુ, જાણો કઈ ટીમ તરફથી મળી તક

Ranji Trophy 2022: માસ્ટર બ્લાસ્ટરના પુત્ર અર્જુન તેંડુલકરે કર્યું રણજી ડેબ્યુ, જાણો કઈ ટીમ તરફથી મળી તક

અર્જુનને આવડત પુરવાર કરવાની સુવર્ણ તક મળી

Arjun Tendulkar: વિશ્વ ક્રિકેટના સૌથી મહાન ખેલાડી ગણાતા સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન ક્રિકેટમાં પોતાની કારકીર્દિ બનાવવા આગળ વધી રહ્યો છે. IPLમાં રમવાનો મોકો ન મળતા અર્જુન નિરાશ થયો હતો પરંતુ આજથી શરૂ થયેલ રણજી ટ્રોફીમાં અર્જુનને આવડત પુરવાર કરવાની સુવર્ણ તક મળી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: અર્જુન તેંડુલકરને આજે, 13 ડિસેમ્બરે પોર્વોરિમમાં ગોવા ક્રિકેટ એસોસિએશન એકેડેમી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી એલિટ ગ્રુપ સી મેચમાં રાજસ્થાન સામેની રણજી ટ્રોફી મેચમાં સ્થાન મળ્યું છે. અર્જુને ગોવા તરફથી પોતાના રણજી કરિયરની શરૂઆત કરી છે. આ સાથે 23 વર્ષીય અર્જુને તેની પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે.

સચિનની બોલિંગ વખાણાતી હતી


મહારાષ્ટ્ર તરફથી ફર્સ્ટ ક્લાસ કિક્રેટમાં રમવાની પૂરતી તકો ન મળતા અર્જુન આ વર્ષની શરૂઆતમાં ગોવા રાજ્યની ટીમમાં ટ્રાન્સફર થયો હતો. ડાબોડી ફાસ્ટ બોલર મુંબઈ અને ગોવા માટે માત્ર સાત લિસ્ટ A મેચો અને નવ ટી-20માં રમ્યો છે. રસપ્રદ વાત એ છે કે, સચિનની બોલિંગ વખાણાતી હતી એ જ રીતે પુત્ર પણ તે જ રાહે છે અને બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પોતાને સ્થાપી રહ્યો છે.

IPLમાં થયું હતુ સિલેક્શન


અર્જુન અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ભાગ હતો પરંતુ તેને ટીમમાં રમવાની તક નહોતી મળી. મુંબઈના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અર્જુન તેંડુલકરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે તેની રમતના કેટલાક પાસાઓમાં હજી પણ સુધારો કરવાની જરૂર છે.

આ પણ વાંચો: IPL ઓક્શનનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યારે અને કયા સમયે ખેલાડીઓની હરાજી થશે...

અર્જુનને MCA તરફથી NoC લેટર મળ્યો


મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ સ્ટેટ ટીમ બદલવા માટે અર્જુનને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) પણ સોંપ્યું છે. આ તમામ ઘટનાક્રમ પર કોમેન્ટ કરતા ગોવા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી વિપુલ ફડકેએ કહ્યું હતું કે, અર્જુન આગામી સિઝનમાં ગોવા માટે રમવા માંગતો હતો તેથી તેણે અમારો સંપર્ક કર્યો હતો. અમે તેને પહેલા એમસીએ પાસેથી એનઓસી લેવાનું કહ્યું, જે તેને આજે મળ્યું છે. અમે આગળ તેની ફિટનેસ અને સ્કિલ ટેસ્ટ કરીશું. ઘણા ખેલાડીઓની જેમ અર્જુન પણ ગોવા તરફથી રમવા માંગતો હતો પરંતુ અમે તેને પસંદ કરીએ તે પહેલા જરૂરી સ્ટાન્ડર્ડ પ્રક્રિયા અનુસરવામાં આવશે.

આ પણ વાંચો: લિયોનેલ મેસ્સી ક્રોએશિયા સામેના સેમિફાઇનલ મુકાબલામાં તોડી શકે છે ચાર ફિફા વર્લ્ડકપ રેકોર્ડસ

રાજસ્થાન સામેની રણજી મેચમાં...


અહીં ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સામેની રણજી મેચમાં ગોવાએ સુમિરન અમોનકરની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. તે ઝડપી બોલર કમલેશ નાગરકોટીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સુનિલ દેસાઈએ 27 બનાવ્યા હતા. તેને અરાફત ખાને આઉટ કર્યો હતો. બાદમાં સુયશ પ્રભુદેસાઈ (45*) અને સ્નેહલ સુહાસ કૌટાહનકરે (16*)એ ગોવા તરફથી ચાર્જ સંભાળ્યો અને પ્રથમ દિવસના બીજા સત્રના અંતે ગોવાને બે વિકેટના નુકસાન પર 106 સુધી પહોંચાડ્યું હતું.
First published:

Tags: Arjun tendulkar, Ranji trophy, Sachin tendulkar career

विज्ञापन