Home /News /national-international /ઇ કોમર્સ કંપની Amazonએ કેમ આપી 8,546 હજાર કરોડની લાંચ? ગુજરાતમાં ડ્રગ્સ મામલાની થાય તપાસ- રણદીપ સુરજેવાલા
ઇ કોમર્સ કંપની Amazonએ કેમ આપી 8,546 હજાર કરોડની લાંચ? ગુજરાતમાં ડ્રગ્સ મામલાની થાય તપાસ- રણદીપ સુરજેવાલા
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફન્સ કરી અને એમેઝોન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી
Congress accuses central government- કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું- છેલ્લા એક વર્ષમાં 14 કરોડ રોજગાર ખતમ થઇ ગયા. દુકાનદાર, નાના ઉદ્યોગ, યુવા બધાનો બિઝનેસ ચોપટ થઇ ગયો. હવે આ સનસનીખેજ ખુલાસાથી સ્પષ્ટ થઇ ગયું કે આ નોકરી કોણ ખાઇ રહ્યું છે
નવી દિલ્હી : કોંગ્રેસ (congress)પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala)કેન્દ્ર સરકાર (central government)પર અમેઝોન (Amazon)કંપની અને ડ્રગ્સ મામલાને લઇને મોટો પ્રહાર કર્યો છે. સુરજેવાલાએ કહ્યું કે આ બે સનસનીખેજ ખુલાસાએ સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્રએ દેશના ભવિષ્યને વેચવાની સોપારી લીધી છે. આ જ છે તેમનું ખાયેંગે, ખિલાયેંગે ઔર સબકો લુટવાયેંગે મોડલ. તેમણે કહ્યું કે ઇ કોમર્સ કંપની દ્વારા 8546 કરોડની રિશ્વત કેમ અને કેવી રીતે આપવામાં આવી.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં 14 કરોડ રોજગાર ખતમ થઇ ગયા. દુકાનદાર, નાના ઉદ્યોગ, યુવા બધાનો બિઝનેસ ચોપટ થઇ ગયો. હવે આ સનસનીખેજ ખુલાસાથી સ્પષ્ટ થઇ ગયું કે આ નોકરી કોણ ખાઇ રહ્યું છે. ચોંકાવનાર તથ્ય સામે આવ્યા છે કે વિદેશી કંપની અમેઝોને ભારતમાં કાનૂની ફી ના નામ પર 8546 કરોડ રૂપિયા ભુગતાન કર્યા. આ ભુગતાન કોને કરવામાં આવ્યા? હવે એ સામે આવી ગયું કે તથાકથિત રીતે રિશ્વતના રૂપમાં લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં પકડાયેલા 21 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ ઉપર પણ સુરજેવાલાએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. સુરજેવાલાએ કહ્યું કે ભ્રષ્ટાચાર અપરંપાર, રોજગાર પર માર, નશાની ભરમાર અને દેશના ભવિષ્યની સોપારી લઇ રહી મોદી સરકાર. ઘણા ગંભીર અને ચોંકાવનારા તથ્ય અમારી સામે છે. મોદી સરકારનું નિશાન સ્પષ્ટ છે કે દેશની સંપત્તિ વેચી દઇશું, લોકોના ધંધા ચોપટ કરી દઇશું અને દેશના યુવાનને નશાની લતમાં ધકેલી દઇશું.
સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોના આયોગથી તપાસ થાય
સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોનું એક આયોગ રચીને આ મામલાની તપાસ થવી જોઈએ. તેમણે દાવો પણ કર્યો કે પહેલા પણ આ બંદરગાહ દ્વારા મોટા-મોટા પ્રમાણમાં ડ્રગ્સની તસ્કરી કરવામાં આવી છે.
બીજી તરફ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કોંગ્રેસ નેતા સુરજેવાલાના આરોપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે સુરજેવાલાને એવું કેમ લાગે છે અને તે દેશ વિશે હંમેશા ખરાબ કેમ વિચારે છે? વિજે કહ્યું કે આ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરરોજ પ્રગતિ કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર