ધર્મથી માનેલા કાકાએ બંદૂકની અણીએ સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું, આરોપી હજુ સુધી ફરાર

News18 Gujarati
Updated: January 5, 2020, 11:42 AM IST
ધર્મથી માનેલા કાકાએ બંદૂકની અણીએ સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું, આરોપી હજુ સુધી ફરાર
પ્રતીકાત્મક તસવીર

પિકનિકથી ઘરે જતી સગીરાને કાકાએ બાઇક પર લિફ્ટ આપી એક ફ્લેટમાં લઈ ગયો, બૂમો પાડી પોતાની જાતને બચાવી

  • Share this:
રાંચી : ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચી (Ranchi)ના જગન્નાથપુર વિસ્તારમાં એક 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ (Rape With Minor Girl)નો મામલો સામે આવ્યો છે. પીડિતાને મેડિકલ તપાસ (Medical Test) માટે મોકલવામાં આવી છે. દુષ્કર્મની ઘટના શનિવાર સાંજની છે. સગીરા આ ઘટનાથી એ હદે આઘાતમાં આવી કે તેણે ફંદાથી લટકી જવાનો પ્રયાસ પણ કર્યો. જોકે, પરિજનો અને સ્થાનિક લોકોએ પીડિતાનો જીવ બચાવી લીધો. બીજી તરફ, આ મામલાની ગંભીર નોંધ લેતા પોલીસે આરોપીની તલાશમાં તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.

પિકનિકથી પરત ફરી રહી હતી સગીરા

મળતી જાણકારી મુજબ, જગન્નાથપુર વિસ્તારની રહેવાસી સગીરા પોતાની કેટલીક બહેનપણીઓ સાથે શનિવારે પિકનિક માટે ખૂંટી ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે તેનો પરિચિત જેને તે કાકા કહેતી હતી, તેણે લિફ્ટ આપવાના બહાને પોતાની બાઇકમાં બેસાડી દીધી અને તેને એક ફ્લેટમાં લઈ ગયો. ત્યાં ધર્મથી માનેલા કાકાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાએ બૂમો પાડતાં આરોપી તેને બંદૂક બતાવીને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી. પીડિતા તેના સકંજાથી કોઈક કરી બચીને ત્યાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી અને ફાંસે લટકીને જીવ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ ઘરવાળાઓએ તેને બચાવી લીધી.

પીડિતાએ ઘટના બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પરિજનો દ્વારા પૂછાતાં પીડિતાએ તેમને પોતાની આપવીતી જણાવી. સગીરાની વાત સાંભળ્યા બાદ પરિજનોની સાથે પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. ત્યારથી પોલીસ આરોપીની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, પીડિતાના નિવેદનના આધારે પોલીસ પુરાવા એકત્ર કરવાની કવાયતમાં લાગી છે. જોકે, મામા પર પોલીસ તરફથી કોઈ અધિકૃત નિવદેન નથી આવ્યું. પોલીસ હાલ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

મહિલા સંગઠનોએ આરોપીની ધરપકડ કરવાની કરી માંગઆ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતાં મહિલા સંગઠનના સભ્યો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલાને લઈ પોલીસને ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરી. મહિલાઓનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે હાલના સમયમાં કોઈની ઉપર પણ ભરોસો મૂકી શકાય તેમ નથી.

હ્યૂમન ટ્રાફિકિંગથી પણ પીડિતાને બચાવવામાં આવી હતી

પિતાના દેવાના કારણે પીડિતા હ્યૂમન ટ્રાફિકિંગનો શિકાર થતાં માંડ-માંડ બચી હતી. તત્કાલીન હટિયા ડીએસપીની ત્વરિત કાર્યવાહીના કારણે પીડિતાની સાથે કોઈ પ્રકારની અનહોની થતાં પહેલા જ તેને બચાવી લેવામાં આવી હતી. આ ઘટના માર્ચ 2018માં જગન્નાથપુર વિસ્તારમાં બની હતી. એક પ્રોફેસરે પીડિતાના પિતા દ્વારા એક લાખ રૂપિયા દેવું ચૂકતે નહીં થવાની સ્થિતિમાં સગીરાનું અપહરણ કરી દિલ્હી લઈ જઈ રહ્યો હતો. તેણે કહ્યું કે જ્યાં સુધી દેવું નહીં ચૂકતે થાય ત્યાં સુધી છોકરી દિલ્હીમાં કામ કરશે. ત્યાબાદ સગીરાના પિતા પોલીસ પાસે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ પોલીસે ગાજિયાબાદથી છોકરીને રેસ્ક્યૂ કરી લીધી હતી. તેની સાથે જ આરોપી પ્રોફેસર રાકેક સિંહની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો, એકતરફી પ્રેમમાં કાકાએ સગીર ભત્રીજીની હત્યા કરી, પોતાને પણ મારી ગોળી
First published: January 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading