રાંચીમાં સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો, હોટલમાંથી સંદિગ્ધ અવસ્થામાં બે યુવતીઓ સહિત 4ની ધરપકડ

(પ્રતીકાત્મક તસવીર)

લલનાઓની ઓનલાઇન બુકિંગ થતી હતી અને ગ્રાહકો સાથે હોટલમાં ચાલતો હતો દેહવેપારનો ગોરખધંધો, પોલીસ રેડમાં થયો પર્દાફાશ

 • Share this:
  ઓમ પ્રકાશ, રાંચી. ઝારખંડ (Jharkhand)ના પાટનગર રાંચી (Ranchi)માં સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો છે. દેહવેપાર (Sex Racket)નો ધંધો ચલાવવાની સૂચના મળ્યા બાદ રાંચી પોલીસ (Ranchi Police)એ દરોડો પાડી 4 લોકોની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ, મામલો ચુટિયા પોલીસ સ્ટેશન (Chutiya Police Station)ની હદના સ્ટેશન રોડનો છે. પોલીસે અલગ-અલગ બે હોટલોમાં દરોડા પાડ્યા. આ દરમિયાન પોલીસે જાસ્મીન હોટલ (Jasmine Hotel)થી બે યુવતીઓ અને બે યુવકોને પકડ્યા. બીજી તરફ, એક લક્ઝરી કારમાંથી પણ બે અન્ય યુવતીઓ અને બે યુવકોને ડિટેન કરવામાં આવ્યા છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, રાંચી પોલીસને ચુટિયા પોલીસ સ્ટેશનની હદમાં દેહવેપાર થતો હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ચુટિયા પોલીસના સ્ટાફે કાર્યવાહી કરતા બે યુવક અને બે યુવતીને જાસ્મીન હોટલના રૂમમાંથી સંદિગ્ધ અવસ્થામાં પકડી પાડ્યા. મળતી માહિતી મુજબ, ઓનલાઇન રીતે ગ્રાહક સેક્સ વર્કરોને બુક કરાવતા હતા. ત્યારબાદ તેમને નક્કી કરેલા સ્થળ પર યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હતી.

  આ પણ વાંચો, OMG: હૉસ્પિટલનો સામાન લઈને પાંચમા માળે પહોંચી ગઈ રિક્ષા, જાણો શું છે સમગ્ર મામલો

  રાંચીના સ્ટેશન રોડ સ્થિત જાસ્મીન હોટલમાં રોકાયેલા ગ્રાહકોને પણ સેક્સ વર્કર સપ્લાય કરવામાં આવતી હતી. જેની જાણકારી પોલીસને સતત મળી રહી હતી. આ આધાર પર રવિવારે ચુટિયા પોલીસે કાર્યવાહી કરી. આ દેહવેપારનો માસ્ટરમાઇન્ડ પોલીસની પકડથી હજુ દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવતીઓ બંગાળની છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ તેમને સેક્સ વર્કર તરીકે રાંચી લાવવામાં આવી હતી.

  આ પણ વાંચો, Tokyo Olympics 2020: ગેમ્સ વિલેજમાં લાગેલા બેડ્સ જોઈ ખેલાડી ભડક્યા, આની પર કેવી રીતે યૂઝ કરીએ 1 લાખ 60 હજાર Condom?


  હોટલ પર સકંજો વધુ મજબૂત થશે

  જાસ્મીન હોટલ પહેલા પણ ચર્ચામાં આવી હતી. તે સમયે હોટલની છત પરથી એક યુવતીની લાશ મળી આવી હતી. જે બંગાળની રહેવાસી હતી. તે સમયે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હોટલમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે. જોકે, કોઈ પુરાવા ન મળવાના કારણે હોટલ સામે કાયદાકિય કાર્યવાહી નહોતી થઈ શકી. આ વખતે હોટલમાં દેહવેપાર ચાલતો હોવાની વાત સામે આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published: