મિત્ર સાથે બેઠેલી વિદ્યાર્થિનીનું અપહરણ કરી 12 યુવકોએ કર્યો ગેંગરેપ

News18 Gujarati
Updated: November 29, 2019, 1:15 PM IST
મિત્ર સાથે બેઠેલી વિદ્યાર્થિનીનું અપહરણ કરી 12 યુવકોએ કર્યો ગેંગરેપ
વિદ્યાર્થિની સાથે 12 યુવકોએ ગેંગરેપ કર્યો

પીડિતા કાંકે સંગ્રામપુરમાં રીંગરોડના કાંઠે બેસીને તેના મિત્ર સાથે વાતચીત કરી રહી હતી. ત્યારબાદ કેટલાક યુવકો ત્યાં પહોંચી ગયા અને મિત્રને માર માર્યો હતો.ત્યારબાદ ગેંગરેપ કર્યો.

  • Share this:
રાંચી: નેશનલ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે 12 યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હતુ. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના સાંજના પાંચ વાગ્યાની આસપાસ કાંકે પોલીસ સ્ટેશન વિસ્તારના સંગ્રામપુર ગામમાં રીંગરોડ પર બની હતી. સ્થાનિક પોલીસે તુરંત કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે પીડિતા મંગળવારે સાંજે કાંકે સંગ્રામપુરમાં રીંગરોડના કાંઠે બેસીને તેના મિત્ર સાથે વાતચીત કરી રહી હતી. ત્યારબાદ કેટલાક યુવકો ત્યાં પહોંચી ગયા હતા અને મિત્રને માર માર્યો હતો અને અવાજ ન કરવાની ધમકી આપી.

ત્યારબાદ યુવકે પીડિતાને ઝડપી લીધી હતી અને તેને નજીકના ઈંટ ભઠ્ઠા પર લઈ ગયો હતો અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ આરોપી પીડિતાને મિત્ર સાથે છોડીને ભાગી ગયો હતો. આરોપીએ પીડિતાનો મોબાઇલ ફોન પણ સાથે લઇ લીધો હતો.

પોલીસે પીડિતાના નિવેદનના આધારે તમામ 12 આરોપીની ધરપકડ કરી છે.


પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપી સંગ્રામપુરના રહેવાસી છે. જેની ઉંમર 18-30 વર્ષની વચ્ચે છે. પીડિતાનો મોબાઇલ તેમની સાથે એક પિસ્તોલ, દેશી કટ્ટા, બે મેગેઝિન, એક કારતૂસ, એક કાર, પલ્સર બાઇક અને આઠ મોબાઇલ ફોન મળી આવ્યા છે.

ગેંગરેપથી પીડિત બાળકી બેભાન થઈ ગઈ પરંતુ કોઇ આરોપીએ તેને છોડી નહીં. તમામ આરોપીએ પોતાના છ અન્ય સાથીઓને ત્યાં બોલાવ્યા. ત્યાર બાદ અન્ય તે યુવકોએ પણ પીડિતા પર ગેંગરેપ કર્યો હતો. પીડિત વિદ્યાર્થી ફરી બેહોશ થઈ ગઇ, આ દરમિયાન તમામ 12 આરોપી ત્યાં બેઠા હતા. પીડિતા ભાનમાં આવ્યાં પછી આરોપી તેને બસ સ્ટોપ પર લઈ ગયો જ્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પીડિત વિદ્યાર્થી કોઈક રીતે તેના મિત્રની મદદથી કાંકે પોલીસ મથકે પહોંચી હતી અને તેણે પોલીસને આ કેસની જાણ કરી હતી.કાંકે પોલીસ સ્ટેશનના પ્રભારી વિનયસિંહે આ ઘટનાની જાણ તેના પોલીસ અધિકારીઓને કરી હતી. બાદમાં રાંચીના સિનિયર એસપીએ આરોપીની ધરપકડ કરવા માટે એક વિશેષ ટીમ બનાવી. મામલો સામે આવ્યાના 24 કલાકમાં જ પોલીસે પીડિતાના નિવેદનના આધારે તમામ 12 આરોપીની ધરપકડ કરી છે.
First published: November 29, 2019, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading