Home /News /national-international /Dumka Girl Ankita Murder Case: રાંચી હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી, DGPએ કોર્ટમાં માહિતી આપી

Dumka Girl Ankita Murder Case: રાંચી હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી, DGPએ કોર્ટમાં માહિતી આપી

રાંચી હાઇકોર્ટે અંકિતા હત્યાકાંડ કેસમાં સુઓમોટો દાખલ કરી - ફાઇલ તસવીર

Dumka Girl Ankita Murder Case: ઝારખંડના દુમકામાં શાહરુખ નામના યુવકે એકતરફી પ્રેમમાં પાગલ થઈને 12માની અંદાજે 16 વર્ષની વિદ્યાર્થિનીને જીવતી સળગાવી દીધી હતી અને તેનું મોત થયું હતું.

    રાંચીઃ ઝારખંડના દુમકાના અંકિતા હત્યાકાંડ મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઇકોર્ટે આ કેસમાં ડીજીપીને બોલાવ્યા છે. ડીજીપીએ આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહીની જાણકારી આપીને પોતાનો પક્ષ રાખ્યો હતો.

    અધિકારીઓ સાથે આવતીકાલે બેઠકનું આયોજન


    કોર્ટે સુનાવણી દરમિયાન પીડિતાના પરિવારની સુરક્ષા બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો છે. અંકિતા સિંહ અને ચતરાની એસિડ પીડિતા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ અરજી કરી છે. મળતી માહિતી પ્રમાણે, બે લોકોની ટીમ સાડા પાંચ વાગ્યે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી છે. એનસીડબલ્યૂની ટીમ અધિકારીઓ સાથે તેમની કાલે બેઠક યોજશે. એનસીડબલ્યૂની ટીમ આવતીકાલે દુમકા પહોંચશે અને આ કેસ મામલે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટે એકતરફી પ્રેમમાં પાગલ શાહરુખે અંકિતા પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. આ ઘટના વખતે અંકિતા ઊંઘી રહી હતી. શાહરુખ બારીમાંથી પેટ્રોલ છાંટી ફરાર થઈ ગયો હતો.

    આ પણ વાંચોઃ અંકિતાએ અંતિમ વીડિયોમાં કહ્યું, ‘જેમ હું મરી, તેમ એને મારજો’

    28મી ઓગસ્ટે અંકિતાનું મોત થયું હતું


    આ ઘટનામાં અંકિતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. 28 ઓગસ્ટે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ અંકિતાનો અંતિમ વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહે છે કે, જે રીતે હું મરી તે રીતે શાહરુખને પણ મોત મળે. આ ઘટના પછી ઝારખંડ અને ખાસ કરીને દુમકાના લોકો ગુસ્સામાં છે. અંકિતા હત્યાકાંડને લઇને ઝારખંડની હેમંત સરકાર પર પણ દબાણ છે.

    આ પણ વાંચોઃ અંકિતા મર્ડર કેસની તપાસ માટે SIT બનાવી, CID પહોંચી

    દુમકા SPની આગેવાનીમાં SIT બનાવી


    આ કેસની તપાસ માટે સરકારે દુમકા એસપીની આગેવાનીમાં SIT બનાવી હતી. ત્યારે સીઆઇડી અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ કેસમાં સ્થાનિક લોકો સતત એસડીપીઓને બરતરફ કરવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપ ખૂબ જ આક્રામક બની છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Jharkhand Crime, Jharkhand News, Jharkhand Police

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन