રાંચી : ઝારખંડની (jharkhand)રાંચી પોલીસે એવા ડ્રગ્સ સપ્લાયર ગેંગનો (Drugs Supplier Gang)પર્દાફાશ કર્યો છે જે શહેરના યુવાઓને ફસાવવા માટે મોડલનો (Model)સહારો લેતી હતી. રાંચીના સુખદેવ નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાંથી પોલીસે એક યુવક અને એક યુવતીની ધરપકડ કરી છે. જોકે સરગના ચકમો આપીને ફરાર થઇ ગયો છે. યુવતીનું નામ જ્યોતિ ભારદ્વાજ બતાવવામાં આવી રહ્યું છે. જે મોડલિંગનું કામ કરે છે. યુવતી છેલ્લા અઢી વર્ષથી દિલ્હીમાં રહે છે અને હાલ રાંચી આવી હતી. આ પછી ગાંધી નામના ડ્રગ્સ તસ્કરના સંપર્કમાં આવ્યા પછી તે ગેરકાયદેસર વેપારમાં જોડાઇ (model arrest drugs business)હતી.
જાણકારી પ્રમાણે યુવતી નશાના પેકેટ સપ્લાય કરવા માટે નવા એજેન્ટની ભરતી કરતી હતી અને નશો કરનાર યુવકને પોતાના રૂપથી જાળમાં ફસાવીને ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો કરાવતી હતી. આ વિશે કોતવાલી એએસપી મુકેશ લુનાયતે જણાવ્યું કે પોલીસને સૂચના મળી હતી કે સુખદેવ નગર વિસ્તારમાં ડ્રગ્સનો ગેરદાયદેસર વેપાર થઇ રહ્યો છે. જે પછી પોલીસે ડ્રગ્સના પેકેટ સપ્લાય કરવા આવેલા યુવક હર્ષ કુમાર નામના આરોપીને પકડ્યો હતો. આ પછી જ્યોતિ ભારદ્વાજની વિદ્યાનગરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી 28 ગ્રામ બ્રાઉન શુગર પણ મેળવ્યું છે.
પોલીસે જ્યારે યુવતીના ઘરે રેડ કરી તો ત્યાં હાજર સરગના સ્થિતિને પારખીને અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થઇ ગયો હતો. તેને શોધવા પોલીસ સતત રેડ કરી રહી છે. રાંચીમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે જેમાં મોડલનો રોલ ડ્રગ્સના ધંધામાં સામે આવ્યો છે.
અમેરિકાથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવી વેચતા બે અમદાવાદીઓની ધરપકડ
અમેરિકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી cryptocurrency મારફતે પેમેન્ટનું ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયરથી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતા આનંદનગરનાં રહેવાસી વંદિત પટેલ અને વેજલપુરનાં પાર્થ શર્માની ધરપકડ કરી લેવામાં છે. આરોપીઓ પાસેથી પોલીસે અમેરિકન હાઇ બ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેજિક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર