Home /News /national-international /આઝમ ખાનની ધારાસભ્ય પદ રદ, હેટ સ્પીચ કેસમાં 3 વર્ષની જેલ

આઝમ ખાનની ધારાસભ્ય પદ રદ, હેટ સ્પીચ કેસમાં 3 વર્ષની જેલ

આઝમ ખાનની મુશ્કેલી વધી

પૂર્વ મંત્રી અને સપા નેતા આઝમ ખાનની (Azam Khan) રામપુર વિધાનસભા સીટની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી (rampur assembly seat) છે. સ્પીકર સતીશ મહાનાએ આ અંગે આદેશ આપ્યા છે.

નવી દિલ્હી: પૂર્વ મંત્રી અને સપા નેતા આઝમ ખાનની (Azam Khan) રામપુર વિધાનસભા સીટ ખાલી કરવામાં (rampur assembly seat) આવી છે. સ્પીકર સતીશ મહાનાએ આ અંગે આદેશ આપ્યા છે. કોર્ટના આદેશ બાદ નિર્ણય લેતા વિધાનસભા સચિવાલયે બેઠક ખાલી જાહેર કરી હતી અને ચૂંટણી પંચને માહિતી મોકલી હતી. રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 2019ના અપ્રિય ભાષણ કેસમાં સપા (samajwadi party)ના ધારાસભ્ય આઝમ ખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.

આ પણ વાંચો:  હેટ સ્પીચ કેસમાં સપાના નેતા આઝમ ખાનને ત્રણ વર્ષની સજા

10 વખતના ધારાસભ્ય અને 2 વખતના સાંસદ આઝમ ખાનની રાજકીય કારકિર્દી પર હવે પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. સજા બાદ આઝમ ખાન હવે ચૂંટણી લડી શકશે નહીં અને તેમની વિધાનસભાની સદસ્યતા પણ સમાપ્ત થઈ જશે. જનપ્રતિનિધિઓ માટે બનેલા કાયદા મુજબ જો ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા થાય છે તો તેનું સભ્યપદ જતું રહે છે.

આઝમ ખાને પોતાના ભાષણમાં માત્ર પીએમ નરેન્દ્ર મોદી જ નહીં, પરંતુ રામપુરના તત્કાલીન ડીએમ પર પણ ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આઝમ ખાનને સજા થયા બાદ રામપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સજા બાદ આઝમ ખાનને હવે મત આપવાનો અધિકાર રહેશે નહીં. જો કે આઝમ ખાન આ નિર્ણયને 60-90 દિવસમાં પડકારી શકે છે. જો કોર્ટના આ નિર્ણય પર સ્ટે નહીં મુકાય તો આઝમ ખાનને કોઈ રાહત નહીં મળે.
First published:

Tags: Court case, Samajvadi Party

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો