Home /News /national-international /પેટાચૂંટણી: ગુજરાતની સાથે દેશમાં આજે અહીં પણ થવાનું છે મતદાન, 6 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર થશે વોટિંગ

પેટાચૂંટણી: ગુજરાતની સાથે દેશમાં આજે અહીં પણ થવાનું છે મતદાન, 6 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર થશે વોટિંગ

6 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર આજે મતદાન

ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા સીટ અને પાંચ રાજ્યોની છ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે સોમવારે મતદાન થશે. મૈનપુરીમાં સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે.

     નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા સીટ અને પાંચ રાજ્યોની છ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે સોમવારે મતદાન થશે. મૈનપુરીમાં સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. આ સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનના કારણે ખાલી પડી છે. જે વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે, તેમાં ઉત્તર પ્રદેશની રામપુર સદર અને ખતૌલી, ઓડિશાની પદમપુર, રાજસ્થાનના સરદારશહર, બિહારની કુરહાની અને છત્તીસગઢની ભાનુપ્રતાપપુર સીટ સામેલ છે.

    આ પણ વાંચો: મૈનપુરી લોકસભા પેટાચૂંટણી: વહુ સંભાળશે સસરાની રાજકીય વિરાસત, સપાએ ડિમ્પલ યાદવને બનાવ્યા ઉમેદવાર

    પેટાચૂંટણીને લઈને ચૂંટણી અધિકારીઓએ વ્યાપક તૈયારીઓ કરી છે. એક સંસદીય અને છ વિધાનસભા સીટો પર થનારી પેટાચૂંટણીમાં મતગણતરી આઠ ડિસેમ્બરે યોજાશે. આ દિવસે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીનું પણ પરિણામ આવશે. ઉત્તર પ્રદેશમાં રામપુર સદર અને ખતૌલી વિધાનસભા સીટો અને મૈનપુરી લોકસભા ક્ષેત્રની પેટાચૂંટણીમાં ભાજપ અને સપા-રાષ્ટ્રીય લોકદળ ગઠબંધન વચ્ચે ડાયરેક્ટ ટક્કર માનવામાં આવી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: By election

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन