OMG! રામપુરમાં અચાનક ઝાડ પરથી થવા લાગ્યો 200 અને 500ની નોટો વરસાદ, લોકોએ ચલાવી લૂંટ

OMG! રામપુરમાં અચાનક ઝાડ પરથી થવા લાગ્યો 200 અને 500ની નોટો વરસાદ, લોકોએ ચલાવી લૂંટ
રૂપિયાનો વરસાદ (પ્રતિકાત્મક તસવીર)

નોટોના વરસાદ પાછળ રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો, આ ઘટના પાછળ એક વાંદરાનો હાથ હતો

  • Share this:
    રામપુર : ઉનાળા દરમિયાન વરસાદ તમને રાહત આપે છે, પરંતુ કલ્પના કરો કે જો લોકડાઉનની વચ્ચે રૂપિયાનો વરસાદ શરૂ થાય તો શું થાય. હા, તમને વિશ્વાસ આવે કે ના આવે, પરંતુ ઉત્તર પ્રદેશના રામપુરમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં અચાનક એક ઝાડ પરથી રૂપિયાનો વરસાદ શરૂ થઈ ગયો. 100, 200 અને 500 ની નોટોને હવામાં ઉડતી જોઈને, પહેલા તો લોકો વિશ્વાસ કરી શક્યા નહીં કે આ શું મામલો છે, પરંતુ જ્યારે આ નોટો ઉડીને જમીન પર પડવા લાગી, ત્યારે તેને ભેગી કરવા માટે જાણે હરીફાઈ લાગી ગઈ. આ જોઈને, ઘણા લોકો આ ઝાડ નીચે એકઠા થયા અને નોટો ભેગી કરવાનું શરૂ કર્યું.

    રામપુરના શાહાબાદ શહેરની આ ઘટના શનિવારની છે. અહીં ઝાડમાંથી નોટોનો વરસાદ થયો, જેણે જોયો તે રૂપિયા લૂંટવા લાગ્યા. લોકો નોટો ભેગી કરતા કરતા બીજા લોકોને પણ બુમો પાડી જણાવી રહ્યા હતા. થોડા જ સમયમાં આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને ઘણા લોકો ઝાડ નીચે ભેગા થઈ ગયા. જેના હાથમાં જે નોટ આવે તે લોકો લૂંટી રહ્યા હતા. પરંતુ, લોકો નોટ વીણી રહ્યા હતા એવામાં હકિકત સામે આવી અને લોકોના હાથમાંથી પૈસા જતા રહ્યા, આ નોટોના વરસાદ પાછળ એક વાંદરાનો હાથ હતો.



    આ પણ વાંચો - Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

    મામલો કંઈક એવો હતો કે, શાહાબાદ નગરમાં એક વાંદરએ એક પોલીસ કર્મચારીનું પર્સ છીનવી લીધુ અને એક ઝાડ પર ચઢી ગયું. ડાયલ 112માં પોસ્ટ પોલીસકર્મીને તેના વિશે ખબર પણ ન હતી. પર્સ લઇને વાંદરો ઝાડ પર ચઢી ગયો અને પૈસા નીકાળી ઉડાડવાનું શરૂ કરી દીધુ. લોકોએ વાંદરા દ્વારા ઉડાડેલી નોટો જોઇને રૂપિયાનો વરસાદ સમજી લીધો અને પૈસા એકઠા કરવાનું શરૂ કરી દીધું. પરંતુ જ્યારે નોટોનાં વરસાદ પાછળની વાસ્તવિકતા સામે આવી ત્યારે લોકોએ હતાશાનો અનુભવ થયો.

    આ પણ વાંચો - સંબંધોનું ખુન! પોલીસ કોન્સ્ટેબલે પત્નીનું ગળુ કાપી નાખ્યું, 5 બાળકો પર કર્યો જીવલેણ હુમલો, પછી ટ્રેન નીચે કુદી કર્યો આપઘાત

    મીડિયા રિપોર્ટ અનુસાર, શાહાબાદ નગરમાં પોસ્ટ કરાયેલ પોલીસકર્મી તેમની કારમાં પર્સ ભૂલીજમવા ગયા હતા. પરંતુ તેઓ કારનો કાચ બંધ કરવાનું ભૂલી ગયા હતા. આ નગરમાં મોટી સંખ્યામાં વાંદરાઓ છે, જેના કારણે લોકો પરેશાન છે. આમાંથી એક વાંદરાએ પોલીસ કર્મચારીનું પર્સ કારમાંથી છીનવી લીધું હતું. જ્યારે વાંદરાએ ઝાડ પર ચઢીને પર્સ ખોલ્યું તો તેમાંથી પૈસા પડવા લાગ્યા.
    Published by:kiran mehta
    First published:May 16, 2021, 18:12 pm

    ટૉપ ન્યૂઝ