ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના હરિદ્વારના સાંસદ ડો. રમેશ પોખરિયાલ નિશંકની દીકરી ડો.શ્રેયંસી પોખરિયાલની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ છે.
આ તસવીરમાં રમેશ પોખરિયાલ નિશંક પોતાની દીકરીને સ્ટાર લગાવતાં દેખાય છે. રમેશ પોખરિયાલે આ ફોટો શેર કરતા જણાવ્યું કે સાથીઓ, હું ગૌરવ અનુભવું છું. આજે મારી દીકરીએ ઉત્તરાખંડની સૈન્ય પરંપરાને જારી રાખતા સેનામાં જોડાઈ છે. શ્રેયંસીને મોરેશિયસમાં એક આંતરાષ્ટ્રીય મેડિકલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી ડાયરેકટરની ઓફર મળી હતી, પરંતુ દીકરીએ તેનો અસ્વીકાર કરી સેનાને પસંદ કર્યું.
તેમણે આગળ લખ્યું છે કે આજે દીકરીઓ કોઇ પણ ક્ષેત્રમાં પુરુષોથી ઓછી નથી અને અમારી ફરજ છે કે દીકરીઓને દીકરાની જેમ જ એજ્યુકેશન અપાવાનું કામ કરીએ.
साथियों, मैं बहुत गौरवान्वित महसूस कर रहा हूँ आप सब से यह बात साझा करते हुए की मेरे पुत्री डॉ श्रेयशी निशंक ने आज उत्तराखण्ड की सैन्य परंपरा को जारी रखते हुए विधिवत रूप से सेना में बतौर अफसर आर्मी मेडिकल कोर में जॉइन कर लिया है। pic.twitter.com/CPX5JvKaS5
તેમના આ ટ્વીટ બાદ હજારો લોકોએ તેમને અભિનંદનનો સંદેશ પાઠવ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહને પણ રમેશ પોખરિયાલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. શનિવારના રોજ કમાંડેંટ અને પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ડો.શ્રેયશીએ સેનામાં જોડાયા. આ કાર્યક્રમ મિલિટ્રી હોસ્પિટલના સભાખંડમાં આયોજીત કરાયો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર