Home /News /national-international /બાબા રામદેવ અને IMA વચ્ચે થયેલા શબ્દયુદ્ધનું કારણ શું? અહીં જાણો આખી વાત

બાબા રામદેવ અને IMA વચ્ચે થયેલા શબ્દયુદ્ધનું કારણ શું? અહીં જાણો આખી વાત

એલોપથી સામે બાબા રામદેવે આપેલા નિવેદન બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવને કાયદેસર નોટિસ મોકલી પોતાના શબ્દો પાછા લેવા તથા નેશનલ ન્યૂઝ પેપરમાં લેખિત માફી પ્રકાશિત કરવા કહ્યું છે

એલોપથી સામે બાબા રામદેવે આપેલા નિવેદન બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવને કાયદેસર નોટિસ મોકલી પોતાના શબ્દો પાછા લેવા તથા નેશનલ ન્યૂઝ પેપરમાં લેખિત માફી પ્રકાશિત કરવા કહ્યું છે

    હાલમાં જ બાબા રામદેવનો એક વિવાદિત વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં યોગ ગુરુએ આરોપ લગાવ્યો કે, એલોપથી મૂર્ખ અને નાદાર વિજ્ઞાન છે. આ જ વીડિયોમાં રામદેવે એવો દાવો પણ કર્યો છે કે, કોરોમાં મહામારીમાં ઓક્સિજનની અછતને બદલે એલોપથીની દવાઓના સેવનથી લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે.

    બાબાનો વીડિયો વિવાદિત કેમ છે?

    એલોપથી સામે બાબા રામદેવે આપેલા નિવેદન બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવને કાયદેસર નોટિસ મોકલી પોતાના શબ્દો પાછા લેવા તથા નેશનલ ન્યૂઝ પેપરમાં લેખિત માફી પ્રકાશિત કરવા કહ્યું છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે પ્રેસ રીલીઝના માધ્યમથી કેદ્રિય સ્વાસ્થ્ય મંત્રીને આક્ષેપ સ્વીકારવા અને આધુનિક ચિકિત્સા સુવિધાને ભંગ કરવા અથવા બાબા પર એપીડેમીક ડીસીઝ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું છે.

    બિહાર યુનાઇટેડ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશનના પ્રમુખ ડો. વિનય કુમારનું કહેવું છે કે, અમે એલોપથી અને મેડિકલ તબીબો સામે તર્કહીન અને બિનસંસદીય શબ્દોની સખત ટીકા કરીયે છીએ. યુનાઇટેડ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશન IMAના વિચારોનું સમર્થન કરે છે. રામદેવના નિવેદનના કારણે તબીબો અને દર્દીઓ વચ્ચેના વિશ્વાસને અસર થઈ છે.

    ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં રામદેવે DGCI દ્વારા માન્ય દવાઓની જ્ઞાન અને અખંડિતતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે હાઇડ્રોક્સિક્લોરોક્વિન, રેમડેસિવીર, એન્ટિબાયોટિક્સ, સ્ટીરોઇડ્સ અને પ્લાઝ્મા થેરાપી જેવી દવાઓ એક પછી એક નિષ્ફળ કેમ ગઈ તેવો સવાલ કર્યો હતો.

    આ પણ વાંચો - નોકરી અને બિઝનેસ કર્યા વગર આ 4 રીતોથી કમાઓ પૈસા, બની જશો માલા-માલ

    IMAએ શું કહ્યું?

    કોવિડ-19 સામે લડવામાં એલોપથીક દવાઓની અક્ષમતા મુદ્દે રામદેવના નિવેદનનો IMA દ્વારા અસ્વીકર થયો હતો. તેને એકત્રિત ડેટામાં નવા તારણોને લીધે થતાં સતત પ્રગતિ અને ફેરફારોને લગતી બાબત ગણાવી હતી. તબીબી તજજ્ઞોએ કહ્યું કે, ચિકિત્સા વિજ્ઞાન નિર્ધારિત નિયમો પર નથી ચાલતું, તે અધ્યયન માટે એકઠા કરેલા આંકડા મુજબ વિકસિત થાય છે. આવી સારવારમાં કોઈ પણ ફેરફાર પ્રગતિના સંકેતના રૂપે થાય છે.

    બેંગ્લોરની એપોલો હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ, ક્રિટિકલ કેરના ચીફ ડો.રવિંદર મહેતા કહે છે કે, જે વિજ્ઞાન શું કરી રહ્યું છે તે જાહેરમાં બતાવવા સક્ષમ હોય, તેને અન્ય લોકો જોઇ શકે અને તે ઘટનાઓને આધારે તેને બદલવા અને સ્વીકારવા માટે તૈયાર હોય તે વિજ્ઞાન પ્રગતિશીલ છે. ખરેખર એલોપથી કેમ પોતાનું વલણ બદલતું રહે છે? દવાઓની અસરો છે? જેવા પ્રશ્નો પ્રક્રિયાઓની સમજના અભાવને પ્રતિબિંબિત કરે છે.

    રામદેવ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શું કામ થયા?

    ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રીને કાર્યવાહીની માંગણી કરવાની વિનંતીને પગલે ટ્વિટર પર ચર્ચાએ જોર પકડ્યું છે. દેશભરના તબીબોએ આરોગ્ય કટોકટી દરમિયાન લાંબા અને સમર્પિત સમયની ડ્યુટી અંગે પોતાના અનુભવ શેર કર્યા છે. કેટલાક IMA સાથે સહમત થઈ રામદેવને ‘ક્વેક ડોક્ટર’ કહે છે, જ્યારે તેમના સમર્થકોએ ‘સ્વદેશી’ દવાઓ અને આયુર્વેદના ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા હોવાનું કહી તેમનો બચાવ કર્યો હતો. રામદેવનો આ વીડિયો પોતાના ઉત્પાદનો અને ‘કોરોનિલ’ જેવી વિવાદિત કોવિડ -19 દવાઓને પ્રોત્સાહિત કરવાની યુક્તિ હોવાનું કેટલાક લોકોનું માનવું છે.

    આ વિવાદમાં સરકારનું સ્થાન શું?

    આક્રોશને પગલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને બાબા રામદેવને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, યોગ ગુરુના શબ્દોથી ડોકટરોને ભારે તકલીફ થઈ છે. ખાસ કરીને કોવિડ -19 કટોકટીના સમયે જ્યારે તબીબો દિવસ રાત લડી રહ્યા છે. હર્ષવર્ધને રામદેવને તેમના શબ્દો પરત લેવા વિનંતી કરી હતી.

    રામદેવે શું કહ્યું?

    આ મામલે બાબા રામદેવને વાયરલ વીડિયો ક્લિપમાં આપેલું નિવેદન પાછું ખેંચવાની ફરજ પડી હતી. મંત્રી હર્ષવર્ધનના પત્ર બાદ રામદેવે સ્વીકાર્યું કે, એલોપથીએ ખૂબ પ્રતિષ્ઠા મેળવી છે. તે સમય સાથે સમૃદ્ધ થઈ છે. માણસ જાતના સ્વાસ્થ્ય સંબંધિત જાળવણી માટે હંમેશા મદદરૂપ થઇ છે.

    રામદેવે વાયરલ વીડિયો અંગે બચાવ કરતા કહ્યું હતું કે, ખરાબ દેખાડવા માટે વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. બાબા દ્વારા શેર કરેલા પત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર શેર કરેલ વીડિયો કાપી નાખવામાં આવ્યો હતો. વીડિયોમાં અસલમાં તેઓ વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજ વાંચી રહ્યા હોવાનો બચાવ કર્યો છે.

    રામદેવના 25 સવાલો

    બાબા રામદેવે એલોપથી અંગેના તેમના નિવેદનને પાછું ખેંચ્યા બાદ તેમણે ઓપન લેટરમાં IMAને 25 સવાલ પૂછ્યા હતા. શું એલોપથીએ હાયપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બિમારીઓ માટે કાયમી રાહત આપી છે? શું ફાર્મા ઉદ્યોગમાં થાઇરોઇડ, સંધિવા, કોલાઇટિસ અને અસ્થમાની કાયમી સારવાર છે? વધુમાં બાબા રામદેવે પૂછ્યું કે, એલોપથીમાં ફેટી લીવર અને લીવર સિરોસિસ માટેની દવાઓ છે? જેમ તમને ટીબી અને ચિકન પોક્સની સારવાર મળી તેમ લીવરની બિમારીઓની સારવાર માટે તાપસ કરો. છેવટે, એલોપથી હવે 200 વર્ષ જૂની છે.
    " isDesktop="true" id="1099655" >

    આવું પ્રથમ વખત નથી થયું

    રામદેવે IMAની પ્રેસ રિલીઝ આધારે એલોપથીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું પ્રથમવાર નથી બન્યું. અગાઉ તેમણે મેડીકલ પ્રેક્ટિશનરોને ખૂની કહ્યા હતા. મે મહિનામાં રામદેવે ઓક્સિજન અને હોસ્પિટલના બેડની તંગીની અંગે હતું કે, આખું બ્રહ્માંડ ઓક્સિજનથી ભરેલું છે અને લોકો તેમના પ્રાકૃતિક ઓક્સિજન સિલિન્ડર-ફેફસાંનો પૂરતો ઉપયોગ કરી રહ્યા નથી. મેડિકલ સાધનોની અછતના આક્ષેપ નકારાત્મકતા ફેલાવવા થતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
    First published:

    Tags: IMA, બાબા રામદેવ, યોગ

    विज्ञापन