કેન્સર રિસર્ચ કોન્ફરન્સના ચીફ ગેસ્ટ નહીં હોય બાબા રામદેવ

 • Share this:
  યોગ ગુરૂ બાબા રામદેવે આઈઆઈટી મદ્રાસમાં કેન્સર માટે આયોજીત એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ છે. 'ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલ એક રિપોર્ટ પ્રમાણે, આ આખો ડ્રામા કોન્ફરન્સના સ્પોન્સરરને કારણે થયો. આ કોન્ફરન્સને એક અમેરિકી કંપની સ્પોન્સર કરી રહી હતી. પરંતુ જ્યારે તેમને એ ખબર પડી કે આમાં બાબા રામદેવ પણ ભાગ લઈ રહ્યાં છે તો કંપનીએ આ કોન્ફરન્સને સ્પોન્સર કરવાની ના કહી દીધી.

  આ કોન્ફરન્સમાં બાબા રામદેવ ચીફ ગેસ્ટ હતાં અને કેન્સરને રોકવા પર તે ભાષણ આપવાના હતા. પરંતુ કોન્ફરન્સના સ્પોન્સરની સાથે સાથે અન્ય મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોએ પણ રામદેવની ઉપસ્થિતિ પર નારાજગી દર્શાવી.

  કેમ બાબાને કારણે થયું બબાલ?
  ગત વર્ષ નવેમ્બરમાં યોગ ગુરૂ રામદેવ બાબાએ આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાના એ નિવેદનને સમર્થન આપ્યું હતું કે ખરાબ કર્મોને કારમે કેન્સર થાય છે.

  બાબા રામદેવે કહ્યું હતું કે પૂર્વજન્મમાં જે લોકોએ પાપ કર્યા હોય છે તેમને કેન્સર જેવી ઘાતક બીમારી થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પોતાના જીવનમાં જે કામ કરો છો તેનું પરિણામ ભોગવવું પડે છે. મહત્વનું છે કે આ કોન્ફરન્સનું આયોજન 8થી 11 ફેબ્રુઆરી સુધી IIT ચેન્નાઈમાં થવા જઈ રહ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: