ન્યૂઝ18 ગુજરાતી: હિન્દી હાર્ટલેન્ડમાં ભાજપની હાર અને કોંગ્રેસની મોટી જીત પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જોરદાર વખાણ કર્યા છે. તેઓએ સંકેત આપ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ હવે એક પરિપક્વ નેતા બની ગયા છે. જોકે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર પર તેઓએ કહ્યું કે આ હારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈ સંબંધ નથી.
થાણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોમાં સારી જીત મેળવી છે. તે હવે પપ્પૂ નથી પરંતુ પપ્પા બની ગયા છે. આઠવલેની પાર્ટી આરપીઆઈ એનડીએની સહયોગી પાર્ટી છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સીટો ઓછી આવવા પર તેઓએ કહ્યું ચૂંટણીમાં હાર ભાજપની છે ન કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની.
આઠવલેએ શિવસેનાને ભાજપની સાથે ગઠબંધન કાયમ રાખવાની સલાહ પણ આપી. તેઓએ કહ્યું કે, શિવસેનાને ભાજપની સાથે પોતાનું ગઠબંધન ચાલુ રાખવું જોઈએ. જો આ ગઠબંધન ચાલુ નહીં રહે તો શિવસેનાને નુકસાન થશે.