મુંબઈમાં રેમડેસિવીરના કાળાબજાર કરવાના રેકેટનો પર્દાફાશ, 7 લોકોની ધરપકડ

ફાઈસ તસવીર

મુંબઈમાં રેમડેસિવીરની બ્લેકમાર્કેટિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ અંગે હવે ડીસીજીઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર પણ લખ્યો છે.

 • Share this:
  મુંબઈઃ દેશમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર (Maharashtra) સૌથી પ્રભાવિત રાજ્ય છે. અહીં હવે મહારાષ્ટ્રમાં કોરોનાના સારવારમાં કારગર સાબીત થઈ રહેલી રેમડેસિવીર (Remdesivir) દવાનો કાળાબજાર પણ શરુ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) મુંબઈમાં શનિવારે રેમડેસિવીરનો કાળાબજારીમાં સામેલ 7 લોકોની ધરપકડ કરી હતી.

  એફડીએએ મુંબઈમાં શનિવારે રાત્રે રેમડેસિવીરની કાળાબજારીમાં સામેલ એક રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. આ મામલામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. એફડીએની ટીમે અત્યારસુધી એમડેસિવીરની 13 બોટલો જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રેમડેસિવીરની બ્લેકમાર્કેટિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ અંગે હવે ડીસીજીઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર પણ લખ્યો છે.  Remdesivirની થઈ રહી છે માર્કેટિંગ
  મહારાષ્ટ્રના મુંબઈ શહેર કોરોના વાયરસની ચપેટમાં સૌથી વધારે છે. મુંબઈમાં પણ કોરોનાના આંકડા એક લાખ પાર કરી ગયા છે. કોરોના વાયરસની અત્યારે કોઈ વેક્સનીન નથી. આવી સ્થિતિમાં રેમડેસિવીર દવા કોરોના વાયરસની સારવાર માટે દર્દીઓને આપવામાં આવી રહી છે. અહીં હવે કોરોના વાયરસની સરાવરામાં કારગર દવા રેમડેસિવીરની મુંબઈમાં અછત થવા લાગી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો આ દવાની બ્લેકમાં મોંઘા ભાવમાં વેચી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-Lockdown Effect: રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓ છોડી સરકારી, ગ્રાન્ટેડ શાળાઓ તરફ વળ્યા વાલીઓ

  આ પણ વાંચોઃ-સુરતઃ કોરોનાનું સંક્રમણ વધતા વરાછા હીરા બજાર, ચોકસી બજાર અને સેફ વોલ્ટ 31 જુલાઇ સુધી બંધ 

  આ પણ વાંચોઃ-અદભૂત નજારો! સૂર્યોદયથી પહેલા આકાશમાં દેખાશે એક સાથે 5 ગ્રહ, કેવી રીતે જોઈ શકશો તમે?

  મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા 3 લાખને પાર
  ઉલ્લેખનીય છે કે, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં રેકોર્ડ 8348 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 144 દર્દીઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 3,00.937 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. 11596 દર્દી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

  મુંબઈમાં કોરોના વાયરસનો આંકડો એક લાખને પાર થયો છે. જોકે, અહીં કોરોનાની ગતિ થોડી ધીમી પડી છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં સંક્રમણના 1186 નવા કેસ નોંધાયા છે. જ્યારે 65 દર્દીઓના મોત થયા છે. આ સાથે મુંબઈમાં અત્યાર સુધી કોરોના દર્દીઓની સંખ્યા 1,00350 સુધી પહોંચી છે. 5650 દર્દી મોતને ભેટ્યા છે.
  Published by:ankit patel
  First published: