NDAમાં જ રહેશે રામવિલાસ પાસવાન, સીટ શેરિંગ પર ફૉર્મ્યૂલા તૈયાર!

News18 Gujarati
Updated: December 21, 2018, 2:13 PM IST
NDAમાં જ રહેશે રામવિલાસ પાસવાન, સીટ શેરિંગ પર ફૉર્મ્યૂલા તૈયાર!
અરુણ જેટલી અને રામવિલાસ પાસવાન (ફાઇલ તસવીર)

સૂત્રો અનુસાર, ભાજપ અને જેડીયૂને 17-17 સીટો તથા એલજીપીને 6 સીટો આપવામાં આવશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રામવિલાસ પાસવાન એનડીએનો હિસ્સો બન્યા રહેશે. સૂત્રો મુજબ, સંસદ પરિસરમાં આજે થયેલી બેઠકમાં બિહારમાં સીટ શેરિંગનો ફાઇનલ ફૉર્મ્યૂલા તૈયાર કરી દીધો છે. જોકે, હાલ તેની આધારભૂત માહિતી બહાર નથી આવી. સૂત્રો અનુસાર, ભાજપ અને જેડીયૂને 17-17 સીટો તથા એલજીપીને 6 સીટો આપવામાં આવશે. એવા પણ અહેવાલ છે કે એલજેપીને ભાજપના કોટામાંથી રાજ્યસભાની એક સીટ પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાન, પશુપતિ કુમાર, ચિરાગ પાસવાન અને રામચંદ્ર પાસવાનની શુક્રવાર સવારે અરુણ જેટલીની સાથે મુલાકાત થઈ. સંસદ ભવનમાં થયેલી આ બેઠકમાં બિહાર ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને બિહાર ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાય પણ ઉપસ્થિત હતા.

આ પહેલાં બુધવારે એલજેપી સંસદીય બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ પોતાનું વલણ કડક કરી લીધું હતું. તેઓએ એનડીએના સહયોગીઓને ભાવ નહીં આપવાનું વાત કહેતા સીટ શેરિંગનું સમાધાન નહીં થવા પર નુકસાન થવાની ચેતવણી સાથે 31 ડિસેમ્બરનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.

આ પણ વાંચો, ચિરાગ પાસવાને PM મોદી અને જેટલીને પૂછ્યું- નોટબંધીથી શું ફાયદો થયો?
First published: December 21, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading