Home /News /national-international /

રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને આજે પટના લવાશે, શનિવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને આજે પટના લવાશે, શનિવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

રામ વિલાસ પાસવાન.

Ram Vilas Paswan Death: મોદી કેબિનેટના ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત સતત બગડી રહી હતી. ત્રીજી ઓક્ટોબરના રોજ રાત્રે દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં તેમના હૃદયની સર્જરી કરવામાં આવી હતી.

  પટના: દિવંગત કેન્દ્રીય મંત્રી રામવિલા પાસવાન (Ram Vilas Paswan)ના પાર્થિવ શરીરને શુક્રવારે બપોરે બે વાગ્યે પટના ખાતે લાવવામાં આવશે. એરપોર્ટથી તેમના મૃતદેહને લોક જનશક્તિ પાર્ટી (Lok Janshakti Party)ના પ્રદેશ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. દિવંગત નેતાના પાર્થિવ શરીરને પટના લોજપા કાર્યાલયથી વિધાનસભા લાવવામાં આવશે. આ પહેલા સ્વર્ગીય પાસવાનના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10 વાગ્યા તેમના આવાસ 12 જનપથ ખાતે રાખવામાં આવશે. શનિવારે એટલે કે 10 ઓક્ટોબરના રોજ તેમના અંતિમ સંસ્કાર પટના ખાતે જ કરવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટમાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત સતત બગડી રહી હતી. દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં ત્રીજી ઓક્ટોબરના રોજ રાત્રે તેમની હૃદયની સર્જરી કરવામાં આવી હતી. 24 ઓગસ્ટ બાદ સતત તેમની તબિયત ખરાબ રહી હતી. છેલ્લા થોડા અઠવાડિયાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા.

  રામવિલાસ પાસનાનનું હૃદય અને કિડની સરખી રીતે કામ કરી રહ્યા ન હતા. આ કારણ તેમને થોડા દિવસથી ICUમાં એકમો મશીન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે 6.05 વાગ્યે તેમણે દિલ્હીની ફોર્ટિસ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 74 વર્ષના હતા.

  આ પણ વાંચો: IPL 2020: હૈદરાબાદ સામે પણ કિંગ્સ ઇલેવન પંજાબ ઘૂંટણીએ, આ રહ્યા હારના મોટા કારણ

  રામવિલાસ પાસવાને વર્ષ 2000માં લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી. 2004માં તેઓ સત્તાધારી યૂપીએ સાથે જોડાયા હતા. પાસવાનને ત્યારે કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પાસવાને 2004માં ચૂંટણી જીતી હતી, પરંતુ 2009માં હારી ગયા હતા. 2010થી 2014 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. જે બાદમાં 2014માં તેમણે હાજીપુરમાંથી લોકસભાની ચૂંટણી જીતી લીધી હતી.

  આ પણ જુઓ-

  રામવિલાસ પાસવાન આઠ વખત લોકસભા સાંસદ રહી ચુક્યા છે. હાલ તેઓ રાજ્યસભાના સાંસદ હતા. પ્રથમ વખત તેમણે 1977માં હાજીપુર લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી હતી અને ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. જે બાદમાં 1980, 1989, 1996 और 1998, 1999, 2004 અને અંતમાં 2014માં તેઓ લોકસભાના સભ્ય તરીકે સંસદમાં પહોંચ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Cabinet, Funeral, Minister, Ram vilas paswan, મોત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन