SC-ST એક્ટ: LJP બાદ JDUના કડક વલણથી બીજેપીની મુશ્કેલીમાં વધારો

News18 Gujarati
Updated: July 28, 2018, 11:43 PM IST
SC-ST એક્ટ: LJP બાદ JDUના કડક વલણથી બીજેપીની મુશ્કેલીમાં વધારો

  • Share this:
જનતા દળ (યુનાઈટેડ ) દ્વારા લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ની માંગને સમર્થન આપતા કહ્યું છે કે વટહુકમ દ્વારા દલિત ધારાની જોગવાઈમાં સુધારા કરીને પુનઃસ્થાપિત કરવી.આ સાથે જ આ મામલે નિર્ણય આપનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે ગોયલને રિટાયરમેન્ટના 48 કલાકની અંદર જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના ચેરમેન બનાવવાના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે.

આનાથી પહેલા એલજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાને શુક્રવારે મોદી સરકારને 9 ઓગસ્ટથી પહેલા એકે ગોયલને એનજીટીના ચેરમેન પદથી હટાવવા અને એસસી-એસટી એક્ટ પર વટહુમલ લાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

જસ્ટિસ એકે ગોયલ સુપ્રીમ કોર્ટના તે બેન્ચમાં સામેલ હતા, જેમા 20 માર્ચે દલિત ઉત્પીડન કાયદાને લઈને બિનજામીનપાત્ર જોગવાઈ નાબૂદ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો.

દલિત વોટ બેંકને નજર હેઠળ એનડીએની અંદર ગૈર-બીજેપી દળ પણ આ મામલે એકમત જોવા મળ્યું હતું. જેડીયૂ મહાસચિવ કેસી ત્યાગીએ શનિવારે ન્યૂઝ18 સાથે વાતચીતમાં કહ્યું કે, જ્યારે વીપી સિંહની આગેવાનીમાં લાલૂ યાદવ, શરદ યાદવ, રામવિલાસ પાસવાન બધા સાથે હતા, ત્યારે દલિત હિતોની રક્ષા માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. આથી આજે કોઈ તેમાં છેડછાડ કરે છે તો આનો વિરોધ થવો સ્વભાવિક છે.

ત્યાગીએ આવનાર 09 ઓગસ્ટે દલિત સંગઠનોને દેશવ્યાપી આંદોલનમાં એલજેપી સામેલ થવાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યું છે તેમને બીજેપીના દલિત વોટ બેંક હાથમાંથી સરકવા લેવાની ચેતવણી આપતા કહ્યું કે, જ્યારે 2019માં દલિત વોટ જ આપશે નહી તો એનડીએ ક્યાં બેસશે. શું આપણે તેમની ચિંતાઓ તરફ ધ્યાન આપવું જોઈએ કે નહીં?
First published: July 28, 2018, 11:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading