સ્વામીનો દાવો, આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ

Parthesh Nair | IBN7
Updated: January 6, 2016, 11:17 PM IST
સ્વામીનો દાવો, આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ
નવી દિલ્હી# ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે દાવો કર્યો છે કે, આ વર્ષના અંત પહેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે અને 9 જાન્યુઆરીએ અહીંયા આયોજીત એક સમ્મેલનમાં આ કાર્યના યોજના અંગે ઘોષણા કરવામાં આવશે.

નવી દિલ્હી# ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે દાવો કર્યો છે કે, આ વર્ષના અંત પહેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે અને 9 જાન્યુઆરીએ અહીંયા આયોજીત એક સમ્મેલનમાં આ કાર્યના યોજના અંગે ઘોષણા કરવામાં આવશે.

  • IBN7
  • Last Updated: January 6, 2016, 11:17 PM IST
  • Share this:
નવી દિલ્હી# ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે દાવો કર્યો છે કે, આ વર્ષના અંત પહેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે અને 9 જાન્યુઆરીએ અહીંયા આયોજીત એક સમ્મેલનમાં આ કાર્યના યોજના અંગે ઘોષણા કરવામાં આવશે. જો કે, સ્વામીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, કોઇ આંદોલનના માધ્યમથી નહીં બલકે કોર્ટના આદેશ બાદ જ હિન્દૂ અને મુસ્લિમની એકબીજાની સમજૂતીથી બનશે. સ્વામીએ આશા વ્યક્ત કરી છે કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં કોર્ટનો ચૂકાદો આવી જશે.

વીએચપીના સ્થાનિક કાર્યાલયમાં તેઓએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે આશા કરીયે છે કે, અયોધ્યાના રામ મંદિર નિર્માણ કાર્ય બે-ત્રણ મહિનાની અંદર અને નિશ્ચિત રીતે આ વર્ષના અંત પહેલા શરૂ થઇ જશે. અમે કોર્ટના આદેશની પ્રતિક્ષા કરીશું અને મંદિર કોઇ આંદોલન દ્વારા નહીં બને.

એ પુછવામાં આવતા કે, શું આ નિર્ણય 2017ની શરૂઆતમાં ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઇને જોડાયેલો છે. આ અંગે તેઓએ કહ્યું કે, રામને ચૂંટણીઓ સાથે ન જોડવા જોઇએ. રામ હિન્દૂઓના માટે આસ્થાનો એક વિષેય છે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ દરેક હિન્દૂની પ્રતિબદ્ધતા છે. તેઓએ કહ્યું કે, જો અગર આ મુદ્દો બાદમાં આવે તો, આને આગામી લોકસભા ચૂંટણીઓની સાથે જોડી દેવાશે.

સ્વામીએ દાવો કર્યા છે કે, હિન્દૂઓ અને મુસ્લિમો વચ્ચે આ મુદ્દાને મિત્રતાપૂર્વક ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવી રહી છે, જેથી અયોધ્યામાં સરયૂ નદીના બન્ને કિનારોમાં મંદિર અને મસ્જિદનું નિર્માણ થાય. દિલ્હી યુનિ.માં આયોજીત કરવામાં આવેલ 'શ્રી રામ જન્મભૂમિ મંદિર- ઊભરતાં પરિદૃશ્ય' વિષયો પર બે દિવસીય રાષ્ટ્રીય સમ્મેલનમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ સમ્મલેનમાં આશરે 300 વિદ્વાન અને પુરાતત્ત્વશાસ્ત્રી ભાગ લેશે.
First published: January 6, 2016, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading