રામ મંદિર નિર્માણ માટે સોપવામાં આવ્યું એક ક્વિન્ટલ સોનું-ચાંદી, જાણો કોણે આપ્યું કેટલું દાન

રામ મંદિર નિર્માણ માટે સોપવામાં આવ્યું એક ક્વિન્ટલ સોનું-ચાંદી, જાણો કોણે આપ્યું કેટલું દાન
ફાઈલ તસવીર

ટ્રસ્ટના સભ્યો પાસેથી એ માંગ કરી હતી કે આ બધી વસ્તુઓ રામ જન્મભૂમિના પાયામાં નાંખવામાં આવે. જેનાથી મંદિર નિર્માણની અડચણો સમાપ્ત થઈ જાય.

 • Share this:
  અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે (Mahant Nritya Gopal Das) શનિવારે એક ક્વિન્ટલ સોનું-ચાંદી (Gold-Silver) અને પૈસા રામ મંદિર ટ્રસ્ટને સોંપી દીધું હતું. મહંત નૃત્ય ગોપાલ દાસે રામ ભક્તોના ગત એક મહિનામાં આ સોનું-ચાંદી અને પૈસા દાનમાં આપ્યા હતા. મહંત નૃત્ય ગોપાલ દાસે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને એક ક્વિન્ટલ સોનું-ચાંદી અને પૈસા આપ્યા છે. ઉલ્લેખનીય છે કે રામલલાની આધારશિલા રાખ્યા પહેલા રામ ભક્તો દ્વારા રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને મહાસચિવને સહયોગી રાશી મળવા લાગી હતી. અત્યાર સુધી રામ મંદિર ટ્રસ્ટને આશરે 30 કરોડ રૂપિયા અને અનેક ટન સોનું અને ચાંદી દાનમાં મળી ચૂક્યું છે.

  એક ક્વિન્ટલથી વધારે સોનું-ચાંદી આવ્યું


  રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે રામ મંદિર નિર્માણ અંગે છેલ્લા બે મહિલાથી ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પાસે આવી રહ્યું હતું. રામભક્ત કંઈકના કંઈ આપી રહ્યા છે. વિશેષ રુપથી ચાંદી આપી રહ્યા છે. જ્યારે મણિરામ દાસ છાવનીના પુજારી દિવંગત બજરંગ દાસે પણ મંદિર નિર્માણ માટે 40 કિલોની ચાંદીની ઈંટો આપી હતી. આમ 10 કિલો, 1 કિલો, 5 કિલો આમ કુલ મળીને એક ક્વિન્ટલ ચાંદી આવી છે. અને સોનું પણ દાનમાં આવ્યું હતું. જેના આજે સુરક્ષિત રાખવા માટે ટ્રસ્ટમાં આપવામાં આવ્યું છે.

  દરેક તીર્થસ્થળોની માટી અને જળ મંગવવામાં આવી રહ્યા છે
  અયોધ્યામાં રામ જન્મભૂમિની આધારશિલા રાખવા માટે ટ્રસ્ટ દ્વારા દરેક તીર્થ સ્થળોની માટી અને જળ મંગાવવામાં આવી રહ્યા છે. આજે પણ તે સતત આવી રહ્યું છે. ભારતના પ્રાચીન તીર્થ સ્થળ અને સમુદ્ર સરોવર અને કુંડોથી જળ આવવાનું સતત ચાલું છે. શનિવારે બુલંદશહરના દ્વાદશ મહા લિંગેશ્વર મહાપીઠ 11 વર્ષોથી અતિમંત્રિત રુદ્રાક્ષ તથા 21 અભિમંત્રિત ચાંદીના સિક્કા, 12 જ્યોતિર્લિંગની માટી અને જળ ચાંદીના નાગ-નાગિનની જોડીઓ વાસ્તુ દોષ નિવારણ યંત્ર અને નવ રસ્તોની શ્રી રામની જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષને ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસને સોપી દીધા હતા.

  ટ્રસ્ટના સભ્યો પાસેથી એ માંગ કરી હતી કે આ બધી વસ્તુઓ રામ જન્મભૂમિના પાયામાં નાંખવામાં આવે. જેનાથી મંદિર નિર્માણની અડચણો સમાપ્ત થઈ જાય. અને યથાશીઘ્ર રામ મંદિરનું નિર્માણ શરુ થાય. રામ મંદિર નિર્માણમાં સહોયગ માટે એકલા મહંત નૃત્ય ગોપાલ દાસની મણિરામ દાસ છાવણી ઉપર એક ક્વિન્ટલથી વધારે સોનું-ચાંદી આવ્યું છે. જેને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના માધ્યમથી ટ્રસ્ટને સોંપી દીધું છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત

  આ પણ વાંચોઃ-OMG! આશા છોડી ચૂકી હતી માતા, અપહરણ થયેલો પુત્ર 32 વર્ષે આવી રીતે મળ્યો પાછો

  આ પણ વાંચોઃ-સ્કૂલ ફી ભરવા અને પુસ્તકો ખરીદવા માટે યુવતીએ ખાનગી જાસૂસના મોબાઈલ ફોનની કરી ચોરી અને પછી..

  5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધારશિલા રાખી
  ઉલ્લેખનીય છે કે રામ મંદિરની આધારશિલા 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખી હતી. ત્યારબાદ સતત શ્રદ્ધાળુ સોના અને ચાંદી આપી રહ્યા છે. જેને ટ્રસ્ટ સ્વીકારી રહ્યું છે. વધી વસ્તુઓ એક જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે. રામલલાના મંદિર નિર્માણના નિમિત્ત રામ ભક્તોમાં ઉલ્લાસ છે વધારેથી વધારે રામ ભક્ત રામ મંદિરના નિર્માણમાં સહોયગ કરવા ઈચ્છે છે.

  મંદિર ટ્રસ્ટથી જોડાયેલા લોકો ઘર-ઘર જશે
  ટ્રસ્ટનું કહેવું છે કે આગામી કેટલાક દિવસોમાં રામ મંદિર ટ્રસ્ટથી જોડાયેલા લોકો ઘરે ઘરે જશે અને રામ ભક્તોથી સહોયગ માંગશે. મંદિર નિર્માણની બધી તૈયારીઓ પુરી થઈ ચૂકી છે. ટૂંક સમયમાં મંદિર નિર્માણ શરુ થશે એવી અમારી ઈચ્છા છે. 2022ની રામનવમી ભગવાનને ગર્ભગ્રૃહમાં બનાવવામાં આવે. અત્યારના સમયમાં ફેલાયેલી મહામારીના કારણે મોડું જરૂર થયું છે પરંતુ ત્યારબાદ અમારી પ્રાથમિક્તા રહેશે કે કામ સમયસર પુરું થાય.
  Published by:ankit patel
  First published:August 08, 2020, 18:51 pm

  ટૉપ ન્યૂઝ