અયોધ્યા : અયોધ્યામાં શ્રીરામ મંદિર (ram temple in ayodhya) ભક્તો માટે ડિસેમ્બર 2023 સુધી ખોલી દેવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2023ના અંત સુધી દેશભરના શ્રદ્ધાળુઓને ભગવાન રામલલાના દર્શન થવા લાગશે. મંદિર નિર્માણ (Ram Mandir)પુરુ ના થાય તો પણ ગર્ભગૃહ જરૂર તૈયાર થઇ જશે. ઉત્તર પ્રદેશમાં 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આ પછી 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેના પહેલા રામ મંદિરને ભક્તો માટે ખોલીને ભાજપા સરકાર તેનો પૂરો શ્રેય લેવા માંગશે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણનું કાર્ય અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે જેનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે કર્યો હતો.
જાણકારી પ્રમાણે 2023ના અંત સુધી દેશભરના શ્રદ્ધાળુઓ ભગવાન રામલલાના દર્શન કરી શકશે. અંદાજિત સમય 2025માં આખા 67 એકર પર મંદિર નિર્માણ પુરુ થશે. પૂર્વ તરફથી લોકો માટે આવવાની વ્યવસ્થા છે પણ ત્યાં જગ્યા ન હતી. જેથી મંદિર પ્રબંધને વધારે જમીન ખરીદી છે. હવે 110 એકરમાં આખા મંદિર કોમ્પ્લેક્સનું નિર્માણ થઇ રહ્યું છે. રામ મંદિરના નિર્માણમાં 900થી 1000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
મ્યૂઝિયમ, આર્કાઇવ અને એક નાનું રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં પ્રશાનિક બ્લોક, ગેસ્ટ હાઉસ, સંતો માટે, પ્રસાદ બનાવવાનું સ્થાન હશે. કેટલા દેશોમાં રામાયણ લખવામાં આવી છે તે રહેશે. મંદિરનો ઇતિહાસ, રામ નવમીના દિવસે સૂર્યની રોશની રામ મંદિરના અંદર રામલલા પર સીધી પડે તેવો પ્રયત્ન પણ છે.
" isDesktop="true" id="1121065" >
મંદિર નિર્માણને પોતાની આંખોથી જોઈ શકશે ભક્ત
રામલલાના દર્શન કરનાર શ્રદ્ધાળુઓ માટે દર્શનની દૂરી ઓછી કરવામાં આવી છે. જેનાથી રામલલાને વધારે નજીકથી જોઈ શકાશે. રામલલાના મંદિર નિર્માણને પોતાની આંખોથી ભક્તો જોઈ શકશે. આ માટે વ્યૂપોઇન્ટનું નિર્માણ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર