અયોધ્યા : પીએમ મોદીએ (PM Modi) આજે રામ મંદિરનું ભૂમિ પૂજન (Ram Temple Bhumi Pujan) કરતીને આધારશિલા રાખી હતી. આ સાથે જ રામ મંદિર નિર્માણ (Ram Temple Construction Work)નું કામ શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (UP CM Yogi Adityanath) સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સરસંઘ ચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) પ્રાસંગિક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મોહન ભાગવતે જણાવ્યું હતું કે, મંદિર નિર્માણ માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે. અહીં ભવ્ય મંદિર બનશે. પરંતુ એની સાથે સાથે આપણે આપણા મનમંદિરમાં અયોધ્યા બનાવવાની છે. આ પ્રસંગે મોહન ભાગવતે રામ મંદિર આંદોલનના પાયામાં રહેલા બીજેપી નેતા અડવાણીને યાદ કર્યા હતા. નોંધનીય છે કે અડવાણી આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. તેઓ વીડિયો કૉન્ફરન્સિંગથી આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે.
મોહન ભાગવતે જણાવ્યુ હતું કે, "આનંદની ક્ષણ છે. અનેક રીતે આનંદ છે. એક સંકલ્પ લીધો હતો. અમે જે સંકલ્પ પૂર્ણ કર્યો તેનો આનંદ છે. અનેક લોકોએ આ માટે બલિદાન આપ્યું છે. એ તમામ લોકો પણ સૂક્ષ્મ રીતે હાજર છે. એવા લોકો પણ છે જેઓ અહીં આવી નથી શક્યા. અડવણીજી આ કાર્યક્રમને જોઈ રહ્યા હશે. અનેક લોકોને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલાવી નથી શકાય. સદીઓની આશા પૂરી થયાનો આનંદ છે. સૌથી મોટો આનંદ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે આત્મવિશ્વાસની જરૂર હતી અને જે આત્મભાવની જરૂર હતી તેનું અનુષ્ઠાન બનાવવાનો શુભારંભ થઈ રહ્યો છે. આ એક ઉત્સાહ છે."
ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે, "મંદિર નિર્માણ માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે. તમામ લોકો પોતાને સોંપેલું કામ કરશે. પરંતુ મંદિરની સાથે સાથે આપણે આપણા મનની અયોધ્યાને સજાવવાની છે. અહીં જેમ જેમ મંદિર બનશે તેમ તેમ અયોધ્યા પણ બનવી જોઈએ. મંદિર પૂર્ણ થતા પહેલા મન મંદિર બની જવું જોઈએ. આ મન મંદિર એવું હશે જેમાં કપટ, દંભ, માયા, જાત-ભાત, ધર્મ નહીં હોય. આપણા હૃદયમાં રામનો વાસ હોવો જોઇએ."
આ પ્રસંગે મહંત નૃત્ય ગોપાલદાસજી જણાવ્યું હતું કે, "ઘણા સમયથી કહેવામાં આવતું હતું કે મંદિરનું નિર્માણ ક્યારે થશે. હવે આ ઘડી આવી ગઈ છે. એક ઔર મોદી, એક ઔર મોદી, અભી નહીં હોગા તો કબ હોગા. કોરોડો હિન્દુ રામ ભક્તોની ઇચ્છા છે કે ઝડપથી ભવ્ય મંદિરનું નિર્માણ થવું જોઈએ. આ માટે તન મન ધન અર્પણ કરવા માટે તમામ લોકો તૈયાર છે. મંદિરના નિર્માણ કાર્યોનું શુભારંભ થઈ ગયો છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર