રામ મંદિર નિર્માણ : જાણો ભૂમિ પૂજનની નિમંત્રણ પત્રિકામાં PM મોદી સાથે કોનું કોનું નામ

રામ મંદિર નિર્માણ : જાણો ભૂમિ પૂજનની નિમંત્રણ પત્રિકામાં PM મોદી સાથે કોનું કોનું નામ
નિમંત્રણ પત્રિકા.

Ayodhya Ram Mandir Nirman: પાંચમી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના હાથે રામ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન (Bhoomi Pujan) અને તેની સાથે જ રામ મંદિર (Ram Temple) નિર્માણનું કામ શરૂ થશે.

 • Share this:
  અયોધ્યા : આશરે 500 વર્ષની રાહ જોયા બાદ પાંચમી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના હાથે રામ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન (Bhoomi Pujan) અને તેની સાથે જ રામ મંદિર (Ram Temple) નિર્માણનું કામ શરૂ થશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સાધુ-સંતો સાથે મંદિરના આંદોલનમાં જોડાયેલા લોકો તેમજ અન્ય ગણમાન્ય લોકોને નિમંત્રણ પત્ર મોકલવામાં આવી રહ્યા છે. આ નિમંત્રણ પત્રમાં વડાપ્રધાન મોદીનું નામ વિશેષ અતિથિ તરીકે અને આરએસએસ( RSS) પ્રમુખ સર સંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat)નું પણ નામ છે. આ ઉપરાંત ગરિમામય હાજરી તરીકે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ પણ સામેલ છે. નિવેદક તરીકે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનું નામ લખવામાં આવ્યું છે. (આ પણ વાંચો :  રામ મંદિરના ગર્ભગૃહમાં 28 વર્ષ પછી કેમેરો પહોંચ્યો, જુઓ અંદરનો હાલ)

  નોંધનીય છે કે રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન કાર્યક્રમ માટે આશરે 300 લોકોના નિમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીનું નામ પણ સામેલ છે. જોકે, અનેક આમંત્રિત લોકો કોરોનાને કારણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. જ્યારે ઉમા ભારતીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે. જોકે, તેઓ એ દિવસે અયોધ્યામાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કોવિડ 19 ટેસ્ટ કરાવવો પડશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ અયોધ્યામાં પ્રવેશ મળશે.  ચાર ઓગસ્ટના રોજ તમામ અયોધ્યા પહોંચવું પડશે

  અયોધ્યામાં થનારા ભૂમિ પૂજના કાર્યક્રમમાં સામેલ થનાર દરેક આમંત્રિતોએ ચાર ઓગસ્ટના રોજ અયોધ્યા પહોંચી જવું પડશે. કારણ કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યાની સરહદ મંગળવારે સાંજે બંધ કરી દેવામાં આવશે. જે બાદમાં કોઈને પણ અયોધ્યામાં પ્રવેશની છૂટ નહીં મળે. પાંચમી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં આગમન અને રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આખા જિલ્લાને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. દરેક ચોક પર નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં ભૂમિ પૂજનના દિવસે એક સાથે પાંચ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:August 03, 2020, 14:51 pm

  ટૉપ ન્યૂઝ