જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનના છ મહિના પછી હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ

News18 Gujarati
Updated: December 20, 2018, 8:28 AM IST
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનના છ મહિના પછી હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરમાં છ મહિનાના રાજ્યપાલ શાસન પુરું થયા બાદ બુધવારે રાત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં છ મહિનાના રાજ્યપાલ શાસન પુરું થયા બાદ બુધવારે રાત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. રાજ્યમાં મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં ગઠબંધન સરકારમાંતી જૂનમાં ભાજપે સમર્થન પાછું ખેંચ્યું હતું. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર રાજનીતિક સંકટ બન્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અધિઘોષણા ઉપર હસ્તાક્ષર કરીને રાજ્યમાં કેન્દ્રિય શાસનના માર્ગ જણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરનારી રાજ્યપાલ સત્યપાલ મલિકની રિપોર્ટ ઉપર સોમવારે નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રપતિ શાસનની અધિઘોષણા પણ સંસદ રાજ્યની ધારાસભ્યોની શક્તીઓનો ઉપયોગ કરશે અથવા સત્તા અંતર્ગત આનો ઉપયોગ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ છે. જમ્મુ-કાશ્મીરના બંધારણના અનુચ્છે 92ના અંતર્ગત છ મહિનાનું રાજ્યપાલ શાસન ફરજિયાત છે. જેના અંતર્ગત ધારાસભ્યોની તમામ શક્તિઓ રાજ્યપાલ પાસે જ હોય છે.

આ પણ વાંચોઃ-જસદણમાં આજે હાઈવોલ્ટેજ ચૂંટણી જંગ: અવસર નાકિયાએ છકડા પર બેસી આવ્યાં મથકે, આપ્યો મત

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપાએ સમર્થન પાછું ખેંચતા જૂનમાં મહેબૂબા મુફ્તીની સરકાર પડી ગઈ હતી. રાજ્યપાલ શાસનનો સમયગાળો 19 ડિસેમ્બરે પૂર્ણ થયો છે. ગત મહિનામાં કૉંગ્રેસ અને નેકાંના સમર્થનથી પીડીપી અને સજ્જાદ લોને ભાજપના સમર્થનથી સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર રાજ્યપાલ સત્યપાલ મલિકે સરકારના ગઠન માટે ખરીદ-વેચાણ અને સરકાર સ્થિર ન હોવાનો હવાલો આપતા 21 નવેમ્બરે વિધાનસભા ભંગ કરી હતી.
First published: December 20, 2018, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading