liveLIVE NOW

Ram Mandir LIVE: આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે - PM મોદી

PM મોદીએ મૂકી રામ મંદિરની આધારશિલા, ભાગવત-યોગી-આનંદીબેન પણ રહ્યા ઉપસ્થિત

 • News18 Gujarati
 • | August 05, 2020, 14:18 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 YEARS AGO
  14:7 (IST)

  PM મોદીએ કહ્યું કે, જેવી રીતે દલિત-પછાત-આદિવાસી, સમાજના દરેક વર્ગે આઝાદીની લડાઈમાં ગાંધીજીને સહયોગ આપ્યો. તેવી જ રીતે આજે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુષ્ય કાર્ય પ્રારંભ થયું છે.

  14:1 (IST)

  વડાપ્રધાને વધુમાં કહ્યું કે, રામમંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનું ઉપક્રમ છે, આ મહોત્સવ છે- વિશ્વાસને વિદ્યમાનથી જોડવાનું છે. નર ને નારાયણ સાથે જોડવાનું છે. લોકોને આસ્થા સાથે જોડવાના છે. વર્તમાનને અતીત સાથે જોડવાનું છે. અને સ્વયંને સંસ્કાર સાથે જોડવાની છે.  

  13:58 (IST)

  PM મોદીએ કહ્યું કે, આ મંદિર બન્યા બાદ અયોધ્યાની માત્ર ભવ્યતા જ નહીં વધે, આ વિસ્તારનું અર્થતંત્ર પણ બદલાઈ જશે. અહીં દરેક ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે. સમગ્ર દુનિયાથી લોકો અહીં આવશે, સમગ્ર દુનિયા પ્રભુ રામ અને માતા જાનકીના દર્શન કરવા આવશે.

  13:56 (IST)

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વરસો સુધી રામલલલા ટેન્ટમાં રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. પીએમ મોદીએ કહ્યું કે, ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન થયા છે, 15 ઓગસ્ટનો દિવસ તે આંદોલન અને શહીદોની ભાવવાનો પ્રતીક દિવસ છે. ઠીક એવી જ રીતે રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે તમામ તપ-સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ સંકલ્પ હતો.

  13:53 (IST)

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા સૌભાગ્યથી મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વાભાવિક હતું, આજે ઈતિહાસ રચવામાં આવી રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે, રામ કાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ...સદીઓનો ઇંતજાર સમાપ્ત થઈ રહ્યો છે.

  13:40 (IST)
  રામ મંદિરના ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ કહ્યું, આજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે

  13:37 (IST)
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી.

  13:23 (IST)
  ભૂમિ પૂજન બાદ ભાગવતે કહ્યું, આજે સંકલ્પ પૂરો થયો, અડવાણીના યોગદાનને યાદ કર્યું.

  13:19 (IST)
  ભૂમિ પૂજન બાદ યોગીનું સંબધોન, પાંચ સદીઓનો સંકલ્પ પૂરો થયો

  13:14 (IST)
  દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિરના ભૂમિ પૂજન વિધિ સંપન્ન થતાં શુભેચ્છાઓ પાઠવી છે.

  અયોધ્યાઃ રામ જન્મભૂમિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે અનેક સંત-મહંતો પણ જોડાયા હતા. ભૂમિ પૂજન પહેલા વડાપ્રધાને હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા હતા. ઉપરાંત આધારશીલા રાખતાં પહેલા રામલલાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે, આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો