રામ મંદિર મુદ્દે શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું, '21 ફેબ્રુ.એ પહેલી ઈંટ મૂકાશે'

News18 Gujarati
Updated: January 31, 2019, 8:59 AM IST
રામ મંદિર મુદ્દે શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું, '21 ફેબ્રુ.એ પહેલી ઈંટ મૂકાશે'
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી (ફાઈલ ફોટો)

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામમંદિર મુદ્દે મોટી જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.

  • Share this:
કુંભ મેળામાં એક બાજુ યોગી સરકાર કેબિનેટની બેઠક કરી સાધુ સંતોને લોભાવવાની કોશિસ કરી રહ્યા છે ત્યારે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામમંદિર મુદ્દે મોટી જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.

શંકરાચાર્ય સ્વરૂપાનંદે જાહેરાત કરી છે કે, 21 ફેબ્રુઆરીએ રામમંદિરના નિર્માણ માટે ન્યાસમાં પહેલી ઈંટ મુકાશે. આ કામ માટે તમામ સાધુ સંતોએ ગોળી ખાવા માટેની પણ તૈયારી દર્શાવી છે.

તેમણે કહ્યું છે કે આ માટે ધર્મસંસદમાં પ્રસ્તાવ પણ પાસ થઈ ગયો છે. આ નિર્ણય ધર્મસંસદમાં લેવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું છે કે, 21 ફેબ્રુઆરીએ રામ મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ મુકી શિલાન્યાસ કરવામાં આવશે, રામમંદિર નિર્માણની કામગીરી સાધુ સંતો કરશે. આ માટે તમામ સાધુ સંતોએ ગોળી ખાવાની પણ તૈયારી દર્શાવી છે.

સ્વામી સ્વરૂપાનંદે વધુમાં કહ્યું કે, જે રીતે શિખના ગુરૂ ગોવિંદ સિંહે દેશના કરોડો હુન્દુઓનું પ્રતિનિધિત્વ કરી પોતાનું બલિદાન આપ્યું હતું, બસ એજ રીતે મહારાજા શ્રી ધર્માદેશ જાહેર કરશે. સૌથી આગળ મહારાજા શ્રી ચાલશે.

તેમણે વિહિપ પર પ્રહાર કરતા કહ્યું કે, જે રીતે ગલી ગલી શંકરાચાર્ય તઈ ગયા છે, તેમ જ ગલી ગલી ધર્મસંસદ થઈ રહી છે. આ હવે નહીં ચાલે. ધર્મસંસદ કરવાનો અધિકાર શંકરાચાર્યનો છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મી લોકોનું નેતૃત્વ આરએસએસ નહી કરે. શંકરાચાર્ય અમારા નેતા છે. અમે સનાતનધર્મી અમારા ગુરૂઓના ચરણમાં પોતાનું માથુ રાખીએ છીએ.સ્વામીએ કહ્યું કે, અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા. ચાર શિલાઓને ઉઠાવવા માટે ચાર લોકો જોઈએ. ચાર લોકો ચાલે તો કોઈ કાયદો નહી તૂટે. જે રીતે અંગ્રેજના નમક કાયદાને તોડવા માટે દાંડી માર્ચ કરવામાં આવી હતી, ઠીક તેમ જ શંકરાચાર્યએ રસ્તો બતાવ્યો છે. તેમના નેતૃત્વમાં ચાર લોકો રામ મંદિરનું નિર્માણ કરવા માટે ઘરેથી નીકળશે. અમે ભગવાન રામ માટે માર સહીશું, કારણ કે તે ભગવાનનો પ્રસાદ હશે.

સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દ્વારકાશારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે ચાર શિલાન્યાસના પથ્થર મંગાવી લીધા છે. નંદા, બદ્રા, પૂર્ણા અને જયા નામના આ ચાર પથ્થર હાલમાં મનકામેશ્વર મંદિરમાં રાખવામાં આવ્યા છે.
First published: January 30, 2019, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading