"જમીન અધિગ્રહણની જેમ રામ મંદિર મુદ્દે પણ કાયદો બનાવો"
"જમીન અધિગ્રહણની જેમ રામ મંદિર મુદ્દે પણ કાયદો બનાવો"
ભાજપના રાજ્યસભાના સાંસદ વિયન કટિયારે ફરી એકવાર રામ મંદિર મુદ્દો ઉછાળ્યો છે. એક અંગ્રેજી દૈનિક સાથેની વાતચીતમાં તેમણે આ મામલે વર્તમાન ભાજપ સરકાર સામે જ નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, દેશના આર્થિક વિકાસની જેમ રામ મંદિર મુદ્દો પણ મહત્વપૂર્ણ છે. સરકાર માટે આ અઘરૂ નથી અને આ મુદ્દો ઉકેલવા માટે સરકારે કાયદો બનાવવો જોઇએ. તેમણે એ પણ કહ્યું કે, સરકાર જે રીતે જમીન અધિગ્રહણ બિલને વારંવાર લાવી રહી છે એ રીતે રામ મંદિર મુદ્દે પણ પહેલ કરવી જોઇએ.

નવી દિલ્હી # ભાજપના રાજ્યસભાના સાંસદ વિયન કટિયારે ફરી એકવાર રામ મંદિર મુદ્દો ઉછાળ્યો છે. એક અંગ્રેજી દૈનિક સાથેની વાતચીતમાં તેમણે આ મામલે વર્તમાન ભાજપ સરકાર સામે જ નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, દેશના આર્થિક વિકાસની જેમ રામ મંદિર મુદ્દો પણ મહત્વપૂર્ણ છે. સરકાર માટે આ અઘરૂ નથી અને આ મુદ્દો ઉકેલવા માટે સરકારે કાયદો બનાવવો જોઇએ. તેમણે એ પણ કહ્યું કે, સરકાર જે રીતે જમીન અધિગ્રહણ બિલને વારંવાર લાવી રહી છે એ રીતે રામ મંદિર મુદ્દે પણ પહેલ કરવી જોઇએ.
કટિયારે કહ્યું કે, ચંદ્રેશખરની સરકાર માત્ર 6 મહિનાની જ હતી. પરંતુ એમણે આ મામલે શરૂઆત કરી હતી. સરકાર પડી ભાંગી તો આ મુદ્દો પણ અટવાઇ ગયો, સરકાર માટે આ અઘરૂ કામ નથી. હવે તો હોઇકોર્ટે પણ ચુકાદો આપી દીધો છે. જો ફરીથી અટલજીની સરકાર બની હોત તો મંદિર બની ગયું હોત. લોકસભામાં બહુમત છે, રાજ્યસભામાં નથી પરંતુ વાતચીતને આધારે ઉકેલ લાવી શકાય એમ છે. મંદિર મુદ્દો લાંબા સમય સુધી પડી રાખવો યોગ્ય નથી. વધુમાં તેમણે વાતચીત કરવા અને અયોધ્યા સેલ બનાવવા પર પણ ભાર મુક્યો હતો.
પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ સામે નિશાન તાકતાં તેમણે કહ્યું હતું કે, નરસિંહરાવનો ઇરાદો જ ઠીક ન હતો. એમનો ઇરાદો તોડવાનો હતો. અર્જુનસિંહ પણ એમાં સાથે હતા. સંતોમાં, રામભક્તોમાં આજે આક્રોશ છે. સમાજને પણ વિશ્વાસમાં લેવાની જરૂર છે. મંદિર માટે ઘણું લોહી રેડાયું છે. ગોધરાકાંટ એનું જ પરિણામ છે. રામભક્તોએ ઘણા અત્યાચાર સહ્યા છે. હવે એને નજરઅંદાજ કરી શકાય એમ નથી. જે પ્રકારે જમીન અધિગ્રહણ બિલને વારેવારે લાવવામાં આવે છે એ રીતે આ મુદ્દાને પણ લાવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર