બાબરી મસ્જિદ હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે, દિલ તોડવાની જરૂર નથી : AIMPLB

News18 Gujarati
Updated: August 5, 2020, 2:10 PM IST
બાબરી મસ્જિદ હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે, દિલ તોડવાની જરૂર નથી : AIMPLB
ફાઇલ તસવીર.

Ram Mandir Bhumi pujan: ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે (AIMPLB) મંગળવારે ટ્વીટ કરીને કહ્યુ કે, બાબરી મસ્જિદ હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે. હગિયા સોફિયા અમારા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

  • Share this:
નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બુધવારે ભૂમિપૂજન (Ram Mandir Bhumi pujan) થયું છે. જ્યારે આ અંગે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે (All India Muslim Personal Law Board) મંગળવારે કહ્યુ હતુ કે બાબરી મસ્જિદ (Babri Mosque) હંમેશા મસ્જિદ હતી અને રહેશે. તુર્કીમાં હાગિયા સોફિયાનું ઉદારણ આપતા AIMPLBએ ટ્વીટ કરીને કહ્યું કે જમીનનું અનાધિકારિક રીતે ગ્રહણ કરવામાં આવ્યું છે. ફેસલાને બહુમતની અપીલ કહેવામાં આવ્યો હતો.

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે (AIMPLB) મંગળવારે ટ્વીટ કરીને કહ્યુ કે, "બાબરી મસ્જિદ હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે. હાગિયા સોફિયા અમારા માટે ઉત્તમ ઉદારણ છે. અન્યાયકારક, દમનકારી, શરમજનક અને બહુસંખ્યક તૃષ્ટિકરણ ફેંસલા દ્વારા ભૂમિનું અનાધિકારિક રીતે ગ્રહણ તેને બદલી નહીં શકે. દિલ તોડવાની જરૂર નથી. સ્થિતિ હંમેશા આવી નથી રહેતી. આ રાજનીતિ છે."

આ ઉપરાંત AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ એક ટ્વીટ કર્યું છે. ઓવૈસીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે. ઇંશાલ્લાહ."
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે નવમી નવેમ્બરના રોજ બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ મામલામાં પોતાના નિર્ણયમાં કહ્યુ હતુ કે આખી વિવાદિત ભૂમિ ભગવાન રામલલાને સોંપી દેવી જોઈએ. જેઓ ત્રણ પક્ષકારમાંથી એક હતા. પાંચ ન્યાયધીશોની ખંડપીઠે કેન્દ્રને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: August 5, 2020, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading