ફક્ત પીએમ મોદીના નામના સહારે ના બેસી રહો, 2024માં સત્તા મેળવવા માટે કામ કરો : રામ માધવ

News18 Gujarati
Updated: August 11, 2020, 9:23 PM IST
ફક્ત પીએમ મોદીના નામના સહારે ના બેસી રહો, 2024માં સત્તા મેળવવા માટે કામ કરો : રામ માધવ
ફક્ત પીએમ મોદીના નામના સહારે ના બેસી રહો, 2024માં સત્તા મેળવવા માટે કામ કરો : રામ માધવ

રામ માધવે કહ્યું - નરેન્દ્ર મોદી આગામી 10-15 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેશે

  • Share this:
અમરાવતી : ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party)ના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે (General Secretary Ram Madhav) મંગળવારે આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના પાર્ટી નેતાઓને કહ્યું કે ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નામના સહારે બેસ્યા ના રહો પણ 2024માં રાજ્યમાં સત્તા મેળવવા માટે પુરી મહેનત સાથે કામ કરો. તેમણે કહ્યું કે મોદીના ખભે બંદૂક રાખીને લડાઇમાં ઉતરવાનો પ્રયત્ન ના કરો. જો તમે આમ કરશો તો તે જ એક ટકા (2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને મળેલા વોટ) પર રહેશો.

રામ માધવે કહ્યું કે મોદી આગામી 10-15 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેશે. આપણે તેમના સુશાસન અને લોકોને અનુકુળ તેમના કાર્યક્રમોથી લાભ મેળવીશું, જોકે ફક્ત આટલું પર્યાપ્ત નથી. ઉદ્દેશ્ય એક શક્તિશાળી તાકાતના રૂપમાં ઉભરવાનો છે. ભાજપા મહાસચિવ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં વિધાન પરિષદ સદસ્ય સોમુ વીરરાજુ (Somu Veerraju)એ ભાજપા (BJP)ના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

આ પણ વાંચો - પુતિનની જાહેરાત - રશિયાની કોવિડ-19 વેક્સીનને મળી મંજૂરી, મારી પુત્રીને આપ્યો પ્રથમ ડોઝ

રામ માધવે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં વિપક્ષની સ્થિતિમાં એક ખાલીપો છે. આપણે આ ખાલીપાને ભરવાનો છે અને 2024માં સત્તામાં આવવા માટે બધી તાકાત સાથે કામ કરવાનું છે. દરેક ચીજ માટે દિલ્હી (નેતૃત્વ)ને ના કહો. જે પણ જરૂર હશે તે દિલ્હી કરશે પણ પાર્ટીના સ્થાનીય એકમે મહેનત કરવી જોઈએ અને લોકો માટે લડવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે 2019માં આંધ્ર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ 175 સીટમાંથી 151 સીટો પર જીત મેળવી હતી. ચંદ્રબાબુ નાયુડીની તેલુગુ દેશમ પાર્ટીને ફક્ત 23 સીટો મળી હતી.
Published by: Ashish Goyal
First published: August 11, 2020, 9:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading