અયોધ્યા : રામનગરી અયોધ્યામાં (Ayodhya)492 વર્ષોના લાંબા ગાળા પછી હવે રામલલાને (ram mandir)તેમની મૂળભૂત સુવિધા ટ્રસ્ટ આપી રહ્યું છે. 90ના દશકમાં ટેન્ટમાં રહેતા ભગવાન રામલલાને (ram lala mandir)લગભગ 28 વર્ષો પછી અસ્થાઇ મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા. રામ મંદિર ટ્રસ્ટે (Ayodhya ram mandir)સંગીતમય ઝૂલનોત્સવનું આયોજન રામ જન્મભૂમિ પરિષરમાં કર્યું છે. રામલલાને સાંજે સંગીતના રૂપમાં કજરી અને પદ સંભળાવવામાં આવી રહ્યા છે. આ પહેલા રામલલાને લાકડાના સાદા હિંચકા પર બિરાજમાન કરાવવામાં આવતા હતા. જોકે હવે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી 21 કિલો ચાંદીના હિંચકા ભગવાન રામલલાને સમર્પિત કરવામાં આવ્યો છે.
રામલલાના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેંન્દ્ર દાસે કહ્યું કે વિવાદિત ઢાંચામાં જ્યારે રામલલા બિરાજમાન હતા. ત્યાં સંગીત કાર્યક્રમ ચાલતો હતો. જોકે ઢાંચો પડ્યા પછી ત્યાં બધુ બંધ હતું. આ વર્ષે ટ્રસ્ટે ચાંદીનો હિંચકો બનાવીને રામલનાને સમર્પિત કર્યો છે. તેનાથી લોકોમાં ઘણો ઉત્સાહ છે. દાસે જણાવ્યું કે રામલલાના પરિસરમાં ઝૂલનોત્સવનો આંનદ લેતા ભગવાન રામલલાને હવે સંગીત પણ સંભળાવવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં દર વર્ષે શ્રાવણ શુક્લ ત્રીજના રોજ ઝુલન મહોત્સવની શરૂઆત થાય છે. અયોધ્યાના બધા પ્રમુખ મંદિરોથી વિગ્રહ મણિ પર્વત સુધી પાલકીઓમાં બેન્ડ વાજા સાથે જાય છે અને ત્યાં ઝુલા ઝુલે છે. મણિ પર્વત તે જ જગ્યા છે જ્યાં માતા સીતા હિંચકા ખાવા માટે આવતા હતા. જેથી દર શ્રાવણ શુક્લ ત્રીજના રોજ મોટા મહોત્સવનું આયોજન થાય છે. ભગવાનના વિગ્રહ દ્વારા હિંચકા ખાવાની સાથે જ દેશમાં ઝુલન મહોત્સવ શરૂ થાય છે.
ભગવાનને ગીતો પણ સંભળાવવામાં આવે છે. આ દરમિયાન હર્ષોલ્લાસનો માહોલ રહે છે. જેને જોવા માટે લાખો લોકો અયોધ્યા આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર