રામ જેઠમલાણીએ ઈન્દિરા-રાજીવના હત્યારાઓથી લઈ આસારામના સુધીના કેસો લડ્યા

News18 Gujarati
Updated: September 8, 2019, 3:00 PM IST
રામ જેઠમલાણીએ ઈન્દિરા-રાજીવના હત્યારાઓથી લઈ આસારામના સુધીના કેસો લડ્યા
રામ જેઠમલાણી (ફાઇલ તસવીર)

અફજલ ગુરુને ફાંસીની સજાથી બચાવવા જેઠમલાણી કેસ લડ્યા, પણ સફળ ન રહ્યા

  • Share this:
સીનિયર વકીલ રામ જેઠમલાણી (Ram Jethmalani)નું 95 વર્ષની ઉંમરે રવિવાર સવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું. જેઠમલાણી ઘણા સમયથી બીમાર હતા. તેમની સારવાર ચાલી રહી હતી. તેમનો જન્મ સિંધ પ્રાંતના સિખારપુરમાં 14 સપ્ટેમ્બર 1923ના રોજ થયો હતો. ભાગલા બાદ તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેમના રાજકીય જીવનમાં તેઓ ઘણી પાર્ટીઓમાં રહ્યા. તેઓ ભાજપ અને આરજેડી તરફથી રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે.

તેઓએ 17 વર્ષની ઉંમરે વકીલાતની ડિગ્રી મેળવી હતી. ત્યાં સુધી કે તેમના વકીલ બનાવવા માટે વકીલ બનવાની ઉંમરમાં સંશોધન કરવામાં આવ્યું હતું. તે સમયે વકીલાત કરવાની લઘુત્તમ ઉંમર 21 વર્ષ રાખવામાં આવી હતી, પરંતુ જેઠમલાણીની કાબેલિયતને જોતાં ઉંમરની મર્યાદામાં છૂટ આપવામાં આવી હતી. તેમની ગણતરી દેશના પ્રચલિત ક્રિમિનલ વકીલોમાં થતી હતી. જેઠમલાણી દ્વારા લડવામાં આવેલા કેસો ઉપરાંત તેમના નિવેદનોને કારણે તેઓ અનેકવાર ચર્ચામાં રહેતા હતા. તેમણે લડેલા હાઇપ્રોફાઇલ કેસના કારણે પણ તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

આ પણ વાંચો, સીનિયર વકીલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન

નાનાવટી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર

કેએમ નાનાવટી વિરુદ્ધ મહારાષ્ટ્ર કેસ ખૂબ જ ચર્ચિત મામલો છે. નાનાવટી નેવી અધિકારી હતી, જેઓએ પોતાની પત્નીના પ્રેમની ગોળી મારી દીધી હતી. તેઓએ પોતે સરેન્ડર કરી પોતાનો અપરાધ પણ સ્વીકારી લીધો હતો. તેઓ ત્રણ વર્ષ જેલમાં રહ્યા. જેઠમલાણી તેમનો કેસ લડ્યા અને મુક્ત કરાવી લીધા હતા.હાજી મસ્તાન કેસ

હાજી મસ્તાન મુંબઈનો અંડરવર્લ્ડ ડોન હતો. તેની ઉપર તસ્કરીનો મામલો હતો. તસ્કરીના એક મામલામાં તેને બચાવવા માટે રામ જેઠમલાણીએ કેસ લડ્યો હતો.

હવાલા સ્કેમ

હવાલા સ્કેમમાં અનેક મોટા નેતાઓ અને બ્યૂરોક્રેટ્સ પર પૈસા લેવાનો આરોપ હતો. ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી ઉપર પણ આરોપ લાગ્યો હતો. તેઓએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જેઠમલાણીએ અડવાણી તરફથી તેમનો કેસ લડ્યો હતો.

રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ

મદ્રાસ હાઈકોમર્ટમાં રાજીવ ગાંધીના હત્યારઓનો ચર્ચાસ્પદ કેસ ચાલ્યો હતો. આરોપીઓ તરફથી વકીલ તરીકે રજૂઆત કરતાં જેઠમલાણીએ ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવવામાં સફળ રહ્યા હતા.

અફજલ ગુરુનો કેસ

સંસદ પર હુમલાના આરોપી કાશ્મીરી આતંકી અફજલ ગુરુના મામલામાં પણ જેઠમલાણીએ કેસ લડ્યો હતો. મૂળે, અફજલને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી જેની વિરુદ્ધ જેઠમલાણી કેસ લડ્યા. પરંતુ તેમને સફળતા ન મળી.

જેસિકા લાલ હત્યા કેસ

હાઈ પ્રોફાઇલ જેસિકા લાલ હત્યા કેસના કારણે પણ જેઠમલાણીની ચર્ચા થઈ હતી. નોંધાની છે કે, તેઓએ હત્યાના આરોપી મનુ શર્માના વકીલ તરીકે કોર્ટમાં બચાવ કર્યો હતો.

2જી સ્કેમ કેસ

યૂપીએ-2ના કાર્યકાળમાં બહાર આવેલા 2જી સ્કેમ ચર્ચિત સ્કેમ હતો. જેઠમલાણીએ કોર્ટમાં આરોપી અને ડીએમકે નેતા કરુણાનિધિની દીકરી કનિમોઝીનો બચાવ કર્યો હતો.

આસારામ બાપૂ મામલો

યૌન ઉત્પીડનના અલગ-અલગ કેસોમાં આસારામ બાપૂ જેલમાં કેદ છે. નોંધનીય છે કે તેમના બચાવમાં જેઠમલાણી કેસ લડી રહ્યા હતા.

આ પણ વાંચો, લેન્ડર વિક્રમ ચંદ્ર પર ક્યાં અને કેવી સ્થિતિમાં છે? 3 દિવસ બાદ રહસ્ય પરથી પડદો ઉઠશે
First published: September 8, 2019, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading