બાબરી ધ્વંસ કેસમાં સુપ્રીમનો આદેશ : ચુકાદા સુધી CBI જજ નિવૃત્ત નહીં થાય

News18 Gujarati
Updated: July 15, 2019, 11:57 AM IST
બાબરી ધ્વંસ કેસમાં સુપ્રીમનો આદેશ : ચુકાદા સુધી CBI જજ નિવૃત્ત નહીં થાય
સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાની પ્રતિકાત્મક તસવીર

બાબરી મસ્જિદ મામલામાં લખનઉની નીચલી કોર્ટમાં ભાજપના મોટા નેતાઓ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે

  • Share this:
બાબરી વિધ્વંસ કેસમાં ચાલી રહેલમ કેસના જજની નિવૃત્તિને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની સરકારને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ મામલા પર ચુકાદો ન આવી જાય ત્યાં સુધી સીબીઆઇ જજ નિવૃત્ત ન થાય. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના જજ એસકે યાદવ છે અને તેઓ 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને 19 જુલાઈ સુધી એ જણાવવા કહ્યું કે સમગ્ર મામલાની સુનાવણી કરી રહેલા જજના નિવૃત્ત થવા પર શું નિયમ અને કાયદા છે. જજોને સૂચિત કરવામાં આવ્યા કે ટ્રાયલ કોર્ટના જજને 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા હતા પરંતુ તેઓએ કેસને પૂરા કરવા માટે વધુ સમય માંગ્યો છે.

ભાજપના મોટા નેતાઓ પર ચાલી રહ્યો છે કેસઉલ્લેખનીય છે કે, બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં લખનઉની નીચલી કોર્ટમાં ભાજપના મોટા નેતાઓ વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. કેસ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર જેવા મોટા નેતાઓ પર છે.

સુપ્રીમે બે વર્ષમાં મામલો ઉકેલવા આપ્યો હતો આદેશ

એપ્રિલ 2017માં સુપ્રીમ કોર્ટે આ મામલામાં રાયબરેલી અને લખનઉમાં નોંધાયેલા કેસોને લખનઉમાં એક સાથે ચલાવવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ તમામ નેતાઓ વિરુદ્ધ અપરાધિક ષડયંત્રની કલમને પણ બહાલ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે રોજેરોજ સુનાવણી કરી આ મામલાને બે વર્ષની અંદર ઉકેલવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો, સુરક્ષાની અરજ લઈ અલાહાબાદ હાઈકોર્ટ આવ્યું હતું જોડું, બંદૂકની અણીએ અપહરણ
First published: July 15, 2019, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading