બંગાળમાં શીખ સુરક્ષાકર્મીની પાઘડી ખેંચવાનો મુદ્દો ગરમાયો, કોલકાતામાં ઠેર ઠેર પ્રદર્શન

News18 Gujarati
Updated: October 10, 2020, 4:57 PM IST
બંગાળમાં શીખ સુરક્ષાકર્મીની પાઘડી ખેંચવાનો મુદ્દો ગરમાયો, કોલકાતામાં ઠેર ઠેર પ્રદર્શન
પાઘડી ખેંચવાની ઘટનાની તસવીર

Sikh Man Whose Turban Fell Off During Clash with Cops: શીખ સમુદાયના લોકોએ કોલકાતામાં અનેક જગ્યા આ મામલે વિરોધ પ્રદર્શન કર્યા છે. અને મમતા બેનર્જીના રાજીનામાંની માંગ પણ કરી છે.

  • Share this:
પશ્ચિમ બંગાળ (West Bangal)ના હાવડામાં ભાજપની એક રેલી દરમિયાન એક સુરક્ષાકર્મી પર પોલીસ દ્વારા કથિત રીતે હુમલો કરી તેની પાઘડી ખેંચવાની ઘટનાએ હવે મોટા વિવાદ ઊભો કર્યો છે. શીખ સમુદાયના લોકોએ કોલકાતામાં અનેક જગ્યા આ મામલે વિરોધ પ્રદર્શન કર્યા છે. પ્રદર્શનકારીઓએ 8 ઓક્ટોબરે 43 વર્ષીય બલવિંદર સિંહની સાથે થયેલી ઘટનાને લઇને શુક્રવાર રાતે રેલી નીકાળી છે. બંગાળમાં નારેબાજી કરતા શીખ સમુદાયે મુખ્યમંત્રી મમતા બેનર્જીથી સ્પષ્ટીકરણ માંગ્યું છે.

પોલીસે આઠ ઓક્ટોબરે ભાજપની માર્ચ દરમિયાન બલવિંદર સિંહ સાથેથી ભરેલી પિસ્તોલ મળી હતી. પ્રદર્શનકારીના એસ્પ્લેનેડ ક્રોસિંગની નજીક સેટ્રલ એવન્યૂમાં નારેબાજી કરતા કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી જણાવે કે કેમ તેની પોલીસે શીખ વ્યક્તિની પાઘડી ખેંચી? કારણ આપો નહીં તો ખુરશી છોડી દો?

બંગાળમાં શીખ સુરક્ષાકર્મીની પીટાઇ અને તે પછી તેની પાઘડી ઉતારવા મામલે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ આપત્તિ વ્યક્ત કરી છે. હરભજન સિંહે કહ્યું કે આ મામલે કાર્યવાહી થવી જોઇએ. હરભજન સિંહે ભાજપના નેતા ઇંપ્રીત સિંહ બક્શીનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા હરભજન સિંહે મમતાબેનર્જીથી આ મામલે તપાસ કરવાની માંગ કરી છે.

વધુ વાંચો : નિક્કી તંબોલીની દરેક જગ્યાએ થઇ રહી ચર્ચા છે, Bigg Bossની આ કંટેસ્ટેંટે વધાર્યું છે શોનું તાપમાન

ઉલ્લેખનીય છે કે ભાજપના પશ્ચિમ બંગાળના નેતા મનીષ શુક્લાની હત્યાના વિરોધમાં ભાજપે ગુરુવારે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેણે રાજ્યની કાનૂની વ્યવસ્થા બગાડી હતી. આ ઘટનામાં પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. અને વોટર કેનનથી ભીડને હટાવાનો પ્રયા પણ કર્યો હતો.
આ ઘટનામાં ભાજપના અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. અને આ ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
Published by: Chaitali Shukla
First published: October 10, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading