Home /News /national-international /

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતે એક વ્યક્તિને મારી થપ્પડ, Video વાયરલ

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતે એક વ્યક્તિને મારી થપ્પડ, Video વાયરલ

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતે એક વ્યક્તિને મારી થપ્પડ

ખેડૂત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાને લઈને ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત ચર્ચામાં

    નવી દિલ્હી : ખેડૂત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાને લઈને ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait)ચર્ચામાં છે. હવે ફરી એક નવો વિવાદ ઉભો કર્યો છે. રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર ગુરુવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ત્યાં રહેલા એક વ્યક્તિને થપ્પડ મારી દીધી હતી. આ દરમિયાન રાકેશ ટિકૈતે તેને પકડી લીધો હતો અને સતત પૂછી રહ્યા હતા કે તું કોણ છે. ટિકૈતે તેના કોલર પકડીને ખેચ્યો હતો. ત્યાં હાજર અન્ય લોકોએ તેને છોડાવ્યો હતો.

    ત્યાં હાજર રહેલા લોકોએ યુવકને બીજેપીનો કાર્યકર્તા બતાવ્યો હતો અને તેને પકડી લીધો હતો. આ પછી યુવકને પોલીસને સોંપવામાં આવ્યો છે કે તેને ત્યાં જ રાખવામાં આવ્યો છે તે વિશે હાલ વધારે જાણકારી મળી શકી નથી.

    આ પણ વાંચો - Kisan Andolan Live: સરેંડર નહીં કરે રાકેશ ટિકૈત! રડતા-રડતા કહ્યું- કાનૂન પરત નહીં લે તો આત્મહત્યા કરી લઇશ

    આ ઘટના પછી રાકેશ ટિકૈતે કહ્યું કે આ વ્યક્તિ અમારા સંગઠનથી નથી. સાથે તેમણે યુવક પર આરોપ લગાવ્યો કે તેના હાથમાં ડંડો હતો અને તે કશું પણ કરી શકતો હતો. તે મીડિયા સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યો હતો. ટિકૈતે ચેતવણી આપી છે કે આવા કોઇપણ વ્યક્તિ અહીં હાજર હોય તો તે અહીંથી ચાલ્યા જાય.



    આ પહેલા રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર સાંજે એક સભાને સંબોધિત કરી હતી અને ભડકાઉ ભાષણ આપ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Delhi violence, Rakesh tikait, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन