Home /News /national-international /ખેડૂત નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- કૃષિ કાયદા સંસદમાં રદ થશે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
ખેડૂત નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- કૃષિ કાયદા સંસદમાં રદ થશે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી સંસદમાં કૃષિ કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
રાકેશ ટિકૈતે શુક્રવારે કહ્યું કે સંસદમાં વિવાદાસ્પદ કાયદાઓ રદ થયા પછી જ તેઓ કૃષિ વિરોધી કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનને પાછું ખેંચશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સરકારે ખેડૂતો સાથે પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને અન્ય મુદ્દાઓ પર પણ વાત કરવી જોઈએ.
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ત્રણ નવા કૃષિ કાયદાઓ (New Farm Laws) પાછા ખેંચવાની જાહેરાત કરી છે. છેલ્લા એક વર્ષથી દેશના કેટલાય ભાગોમાં ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. એવી આશા રાખવામાં આવી રહી હતી કે આ જાહેરાત સાથે ખેડૂતો તેમનું આંદોલન પાછું ખેંચી લેશે. પરંતુ ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી સંસદમાં કૃષિ કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ કહ્યું છે કે ત્રણેય કાયદાઓને પરત લેવા માટે સંસદના આગામી સત્રમાં એક બિલ લાવવામાં આવશે.
રાકેશ ટિકૈતે શુક્રવારે કહ્યું કે સંસદમાં વિવાદાસ્પદ કાયદાઓ રદ થયા પછી જ તેઓ કૃષિ વિરોધી કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનને પાછું ખેંચશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સરકારે ખેડૂતો સાથે પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને અન્ય મુદ્દાઓ પર પણ વાત કરવી જોઈએ.
એમએસપી પર પણ વાતચીત થવી જોઈએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી, BKUના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યું. ખેડૂત આ કાયદા વિરુદ્ધ ગયા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા હતા. ટિકૈતે ટ્વીટ કર્યું, 'આંદોલન તરત જ પાછું ખેંચવામાં નહીં આવે, અમે એ દિવસની રાહ જોઈશું જ્યારે આ કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકાર ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ વાતચીત કરે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે આ માટે સંસદના આગામી સત્રમાં એક બિલ લાવવામાં આવશે. વડાપ્રધાને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સંબંધિત મુદ્દાઓ પર એક સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી.
ગુરુ નાનક પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદી દ્વારા દેશને આપેલા સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આના થોડા સમય બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી ઘમંડનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિન્દ, જય હિન્દના કિસાન!” રાહુલ ગાંધીએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ થોડા મહિના પહેલા પંજાબની યાત્રા દરમિયાન આપેલા તેમના નિવેદનનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારને એક દિવસ આ કાયદો પાછો ખેંચવાની ફરજ પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર