Home /News /national-international /Rakesh Tikait: રાકેશ ટિકૈતને ભારતીય કિસાન યૂનિયનમાંથી બહાર કર્યા, નરેશ ટિકૈત પાસેથી છીનવી લીધું અધ્યક્ષ પદ
Rakesh Tikait: રાકેશ ટિકૈતને ભારતીય કિસાન યૂનિયનમાંથી બહાર કર્યા, નરેશ ટિકૈત પાસેથી છીનવી લીધું અધ્યક્ષ પદ
કિસાન આંદોલનનો પ્રમુખ ચહેરો રહેલા રાકેશ ટિકૈતને (rakesh tikait)બીકેયૂએ બહાર કરી દીધા
rakesh tikait expelled from bhartiya kisan union - રાકેશ ટિકૈતના મોટા ભાઇ નરેશ ટિકૈતને અધ્યક્ષ પદેથી હટાવી દીધા, તેમના સ્થાને રાજેશ ચૌહાણને અધ્યક્ષ બનાવવામાં આવ્યા
લખનઉ : ભારતીય કિસાન યૂનિયન (bhartiya kisan union)સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિસાન આંદોલનનો પ્રમુખ ચહેરો રહેલા રાકેશ ટિકૈતને (rakesh tikait)બીકેયૂએ બહાર કરી દીધા છે. જ્યારે તેમના ભાઇ નરેશ ટિકૈતને (naresh tikait)પણ અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને રાજેશ ચૌહાણને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ભારતીય કિસાન યૂનિયનના સંસ્થાપક દિવંગત ચૌધરી મહેન્દ્રસિંહ ટિકૈતની પૂણ્યતિથીના પ્રસંગે રવિવારે 15 મે ના રોજ લખનઉમાં આવેલી ગન્ના કિસાન સંસ્થાનમાં બીકેયૂ નેતાઓની મોટી બેઠક થઇ હતી. જેમાં ટિકૈત ભાઈઓ સામે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટિકૈત પરિવાર વિરુદ્ધ ખેડૂતોમાં ઉભરેલી આ નારાજગી પછી ભારતીય કિસાન યૂનિયનમાં બે ફાડના સંકેત છે.
Uttar Pradesh | Rakesh Tikait and Naresh Tikait will be the leaders of the Bharatiya Kisan Union (BKU) but we have decided to form a separate union that will be 'Bharatiya Kisan Union Non-political': Rajesh Singh Chauhan, national vice president BKU pic.twitter.com/7aQtiOdf8m
બીકેયૂના ઘણા સદસ્ય સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની ગતિવિધિઓને લઇને નારાજ જોવા મળ્યા હતા. આ ખેડૂત નેતાઓનો આરોપ છે કે રાકેશ ટિકૈતે પોતાના રાજનીતિક નિવેદનો અને ગતિવિધિઓથી તેમના અરાજનીતિક સંગઠનને રાજનીતિનું રૂપ આપ્યું હતું.
બીકેયૂ નેતાઓની નારાજગીના સમાચાર મળવા પર રાકેશ ટિકૈત પણ શુક્રવારે તેમને મનાવવા માટે લખનઉ પહોંચ્યા હતા. જોકે તે તેમાં સફળ રહ્યા ન હતા. નારાજ કિસાન નેતાઓની આગેવાની કરી રહેલા બીકેયૂ ઉપાધ્યક્ષ હરિનામ સિંહ વર્માના નિવાસ પર રાકેશ ટિકૈત સંગઠનના અસંતુષ્ઠ નેતાઓને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા પણ તેમાં સફળતા મળી હતી. જેથી તે પાછા મુજ્ફ્ફરનગર પરત ફર્યા હતા.
રાકેશ ટિકૈત ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યા હતા
એક વર્ષ કરતા પણ વધારે સમય ચાલેલા ખેડૂત આંદોલનનો રાકેશ ટિકૈત મુખ્ય ચહેરો હતા. તેમની આગેવાનીમાં ખેડૂત આંદોલન ચાલ્યું હતું અને આખરે સરકારે તેમની માંગણી માનવી પડી હતી. તે સમયે મીડિયામાં ઘણા ચર્ચામાં રહેતા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર