કેન્દ્ર પર ખેડૂતોને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવતા ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે સોમવારે દેશભરમાં કૃષિ મુદ્દાઓ પર 'વિશ્વાસઘાત દિવસ' મનાવવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ રવિવારે દાવો કર્યો હતો કે 9 ડિસેમ્બરે સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોના પત્રના આધારે દિલ્હીની સરહદો પર એક વર્ષથી વધુ સમયથી ચાલતું આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતુ પરંતુ સરકારના વચનો અધૂરા રહી ગયા છે.
ટિકૈટે એક ટ્વીટમાં કહ્યું,‘ખેડૂતોને આપેલા વચનોને સરકાર દ્વારા નકારવાના વિરોધમાં 31મી જાન્યુઆરીએ દેશભરમાં 'વિશ્વાસઘાત દિવસ' મનાવવામાં આવશે. સરકારના 9 ડિસેમ્બરના પત્રના આધારે સરકારે એકપણ વચન પૂરું કર્યું નથી જેના આધારે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું.
નવેમ્બર 2020માં સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોએ દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગણી કરી હતી.
ખેડૂતોએ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) માટે કાયદાકીય ગેરંટી સહિત અન્ય માંગો પર એક વર્ષથી વધુ સમય સુધી સિંધુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નવેમ્બર 2021માં વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ પ્રદર્શનકારીઓએ ડિસેમ્બરમાં દિલ્હીની સરહદો ખાલી કરી દીધી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર