દેશના સૌથી મોટા ઈન્વેસ્ટર અને ભારતના વોરેન બફેના નામથી પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલાનું કહેવું છે કે, દેશ માટે 2019માં નરેન્દ્ર મોદી ફરી પીએમ તરીકે પાછા લાવવા જોઈએ
એક બાજુ કેટલાક એનાલિસ્ટનું માનવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટતી જઈ રહી છે. ત્યારે દેશના સૌથી મોટા ઈન્વેસ્ટર અને ભારતના વોરેન બફેના નામથી પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલાનું કહેવું છે કે, દેશ માટે 2019માં નરેન્દ્ર મોદી ફરી પીએમ તરીકે પાછા લાવવા જોઈએ.
મુંબઈમાં એક કાર્યક્રમ દરમ્યાન ઝુનઝુનવાલાએ કહ્યું કે, ભારતના ગ્રોથના જે ફેક્ટર્સ છે, તે રિઝર્વ ન રહી શકે. જેથી પ્રધાનમંત્રી તરીકે મોદીને પાછા લાવવા ખુબ મહત્વપૂર્ણ છે. અનિવાર્યરૂપથી ભારતનો સિદ્ધાંત સહનશીલતા છે અને તેનો એકમાત્ર સહનશીલ સમાજ બધુ જ પી લે છે, જે હવે બદલાઈ શકે છે. જેથી આ ફેક્ટર્સ સાથે ભારતનો ગ્રોથ રિઝર્વ ન રહી શકે.
ભારતના ગ્રોથ વિશે ઝુનઝુનવાલાએ કહ્યું કે, અમને લાગે છે કે, આના કરતા પણ તેજીથી વધારો થઈ શકે છે. આપણે હજુ વધારે સારૂ કરી શકીએ છીએ. જેથી આ આપણને ઓળખવાથી રોકે છે કે આપણે પહેા શું મેળવી ચુક્યા છીએ, અથવા પ્રાપ્ત કરી રહ્યા છીએ.
તેમણે પોતાના પ્રાઈવેટ શેર વિશે વાત કરતા કહ્યું કે, ટાઈટન આજે પણ ભારતનું આઈકોન છે. તેમમે આગળ કહ્યું કે, આપણે હંમેશા સંકટમાં રોકાણનું સ્વાગત કરીએ છીએ, કારણ કે, સંકટ પણ એક અવસર છે. જેથી ત્યારે મને વિશ્વાસ હતો, અને હજુ આત્મવિશ્વાસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર