રાહુલ ગાંધીના રસીકરણ અંગેના નિવેદનનો રાજ્યવર્ધન સિંઘ રાઠોડે ઉધડો લીધો

રાહુલ ગાંધીના રસીકરણ અંગેના નિવેદનનો રાજ્યવર્ધન સિંઘ રાઠોડે ઉધડો લીધો
રાજ્યવર્ધનસિંઘ રાઠોડની ફાઇલ તસવીર

રાજ્યવર્ધન સિંઘ રાઠોડે આકરા સ્વરોમાં ઉઘડો લીધો, રાહુલ અને પ્રિયંકા ગાંધી વિશે કહી આ વાત

 • Share this:
  પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંઘ રાઠોડે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાની કેન્દ્રની રસીકરણની નીતિઓ અંગે સતત થઈ રહેલી ટિપ્પણી અંગે આજે ઉધડો લીધો છે. રાજસ્થાનના જયપુર ગ્રામ્યના સાંસદ રાજ્યવર્ધનસિંઘ રાઠોડે સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અપીલ કરવા માંગું છું કે આવા સમયમાં આ પ્રકારના નિવદેનો ન કરે. તમે પ્રાઇવેટ કંપનીઓ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છો જે કોવિડ-19 વિરુદ્ધની લડાઈ લડી રહી છે. દેશનો દરેક નાગરિક આ લડાઈમાં સહભાગી છે. આ લડાઈમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ તેમના પરિવાર સિવાય તમામ લોકો આ લડાઈમાં શામેલ છે'

  રાઠોડનું આ નિવેદન રાહુલ ગાંધીને કેન્દ્રની રસીકરણને નોટબંધી સાથે સરખામણી અંગેના નિવેદન અંગે હતું. ગાંધીએ અગાઉ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રસીકરણની નીતિ ભેદભાવયુક્ત છે. આ નીતિમાં નબળા વર્ગ માટે કોઈ સ્થાન છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ખુદ કોરોના વાયરસની ઝપટમાં આવેલા છે. તેઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે અને સ્થિતિમાં તેમણે કેન્દ્રની રસીકરણની નીતિનો વિરોધ કર્યો તેના વિશે રાઠોડે ટિપ્પણી કરી હતી.

  આ પણ વાંચો :   સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

  સોમવારે કેન્દ્રએ જાહેરાત કરી હતી કે દેશમાં 18 વર્ષની ઉંમરથી ઉપરના દરેક વ્યક્તિ રસી લઈ શકશે. રાહુલ ગાંધીનું ઉપરનું નિવેદન કેન્દ્રની આ જાહેરાત બાદ આવ્યું હતું. સરકારે કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં ઉદાર નીતિ અપનાવતા તમામ લોકો માટે રસીના દ્વાર ખોલી દીધા છે. હવે 18 વર્ષની ઉંમરની ઉપરની આયુ ધરાવતી કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકશે.

  રાઠોડે રાજસ્થાનની ગેહલોત સરકારનો પણ ઉધડો લીધો. તેમણે કહ્યું, 'રાજસ્થાનમાં ઓક્સીજન, ખાટલાં, અને દવાની આજે અછત છે. બજારો બંધ છે પરંતુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. શું કોરોનાની બીજી લહેર માટે રાજ્ય સરકારની આવી તૈયારી હોવી જોઈએ?'
  Published by:Jay Mishra
  First published:April 21, 2021, 18:34 pm

  ટૉપ ન્યૂઝ